Karnataka Election : વિજયપુરામાં EVM માં હેરાફેરીનો આરોપ, લોકોએ તોડફોડ કરી

કર્ણાટકમાં મતદાન વચ્ચે ઈવીએમને લઈને બબાલ થઈ હોનાના અહેવાલ મળી રહ્યા છે. સમાચારો અનુસાર, વિજયનગરમાં ઈવીએમમાં હેરાફેરીના આરોપ બાદ લોકોએ ઈવીએમ અને વીવીપેટમાં તોડફોડ કરી હોવાના અહેવાલ છે.

રાજ્યમાં ચૂંટણીને શાંતિપુર્ણ રીતે પુર્ણ કરાવવા માટે ઈલેક્શન કમિશન અને સુરક્ષાતંત્ર પુરી તકેદારી રાખી રહી છે. મતદાન વચ્ચે વિજયપુરા જિલ્લાની બસવાના બાગેવાડી વિધાનસભા વિસ્તારમાં સ્થાનિકોએ ઈવીએમ અને વીવીપેટમાં તોડફોડ કરી હતી.

karnataka

તોડફોડની આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો ગુસ્સામાં કારમાંથી ઈવીએમ મશીનને બહાર કાઢીને તોડતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા દાવો કરાયો છે કે હેરાફેરીની ખબર મળતા લોકોએ તોડફોડ કરી હતી.

બસવાના બાગેવાડી વિધાનસભાના મસાબિનલ ગામમાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ કેટલાક ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો, VVPAT મશીનો અને મતદાન અધિકારીઓના વાહનોના તોડપોડ કરી છે. સૂત્રો અનુસાર, અફવા ફેલાતા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે બુધવારે રાજ્યભરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએથી હિંસક ઘટનાઓ નોંધાઈ હતી.

બેંગલુરુના પદ્મનાભનગર વિધાનસભા ક્ષેત્રના પપૈયા ગાર્ડનમાં એક મતદાન મથક પર લાકડીઓથી સજ્જ કેટલાક યુવાનોએ તેમના રાજકીય હરીફો પર હુમલો કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાન કરવા માટે કતારમાં ઉભી રહેલી કેટલીક મહિલાઓને ઈજા પહોંચી હતી. મતદાનના દિવસે ત્રીજી ઘટનામાં, બેલ્લારી જિલ્લાના સંજીવરાયંકોટમાં કેટલાક કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એકબીજા સાથે અથડામણ કરી.

પોલીસ સુત્રો અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન રાજ્યભરમાં ત્રણ સ્થળોએથી હિંસક ઘટનાઓ નોંધાઈ છે.

બેંગ્લોરના પદ્મનાભનગર વિધાનસભા ક્ષેત્રના પપૈયા ગાર્ડનમાં એક મતદાન મથક પર લાકડી સાથે કેટલાક યુવાનોએ રાજકીય હરીફો પર હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, આ શખ્સોએ મતદાન કરવા માટે કતારમાં ઉભી રહેલી કેટલીક મહિલાઓને પણ ઈજા પહોંચાડી હતી.

અન્ય એક ઘટનામાં બેલ્લારી જિલ્લાના સંજીવરાયંકોટમાં કેટલાક કોંગ્રેસ અને બીજેપી કાર્યકરો એકબીજા સામે ટકારાયા હતા અને અથડામણની ઘટના બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X