For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Election: કર્ણાટકમાં છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે ખર્ચ કર્યા 335 કરોડ રુપિયા

|
Google Oneindia Gujarati News

Karnataka Election: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો આ બંને પાર્ટીઓએ ચૂંટણીમાં 335.92 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

બંને પક્ષોએ ચૂંટણી પંચને આપેલી માહિતી અનુસાર, કોંગ્રેસે છેલ્લી બે ચૂંટણીમાં 185.17 કરોડ રૂપિયા જ્યારે ભાજપે 150.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

congress-bjp

જેડીએસની વાત કરીએ તો પાર્ટીએ ચૂંટણી પંચને તેના ખર્ચની જાણકારી આપી નથી. 2013માં, જ્યારે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ કેન્દ્રમાં સત્તામાં હતુ ત્યારે કોંગ્રેસે 92.34 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં વિપક્ષમાં રહેલા ભાજપે 28.07 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

2018માં, જ્યારે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ભાજપે 122.68 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેમાંથી 100.45 કરોડ રૂપિયા ભાજપે કેન્દ્રીય એકમ વતી ખર્ચ્યા છે, જ્યારે બાકીના 22.23 કરોડ રૂપિયા રાજ્ય એકમ દ્વારા ખર્ચવામાં આવ્યા છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ફરીથી વધશે, DAમાં 1 જુલાઈથી 3-4%ના વધારાની સંભાવના7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ફરીથી વધશે, DAમાં 1 જુલાઈથી 3-4%ના વધારાની સંભાવના

વિપક્ષમાં આવ્યા બાદ કોંગ્રેસે 2018માં 92.82 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને સમગ્ર ખર્ચ રાજ્ય એકમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી.

નિષ્ણાંતોનુ કહેવુ છે કે પક્ષ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા માત્ર દેખાડવાના આંકડા છે, વાસ્તવિક ખર્ચ તેનાથી ઘણો વધારે છે, તે પાંચથી છ ગણો વધારે છે. બંને પક્ષો કર્ણાટકમાં જીતવા આતુર છે, બંને પાસે લોકો સુધી તેમની પહોંચ વિસ્તારવા માટે નાણાકીય સંસાધનો છે.

2018 અને 2013માં બંને પક્ષો દ્વારા ખર્ચવામાં આવેલી રકમની વાત કરીએ તો પ્રિન્ટ મીડિયા, ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રચાર માટે સૌથી વધુ રકમ ખર્ચવામાં આવી છે.

ભાજપે 2013માં 14.49 કરોડ રૂપિયાની સરખામણીએ 2018માં તેના પર 65 ટકા એટલે કે 84.19 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કોંગ્રેસે 2018માં 21.60 કરોડ રૂપિયા અને 2013માં 18.06 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

Vastu Dosh Nivaran Upay: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ લાવવા માટે અપનાવો આ 5 સરળ ટિપ્સVastu Dosh Nivaran Upay: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ લાવવા માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ

2018માં ભાજપે સ્ટાર પ્રચારકોની હિલચાલ પર 16.37 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે પીએમ મોદીનો ખર્ચ આમાં સામેલ નથી. કોંગ્રેસે 2018માં સ્ટાર પ્રચારકો પર 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જેમાં સોનિયા અને રાહુલ ગાંધીનો ખર્ચ પણ સામેલ છે.

2013માં ભાજપે સ્ટાર પ્રચારકો પર 3.46 કરોડ અને કોંગ્રેસે 3.44 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ચૂંટણીમાં થયેલા ખર્ચ અંગે ભાજપ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કર્ણાટક કોંગ્રેસના ઉપાધ્યક્ષ સૂરજ હેગડેએ કહ્યું કે આ ચૂંટણીમાં વધુ નાણાં ખર્ચવામાં આવે તેવી શક્યતા છે.

Happy B'day Samantha: સામંથા રુથ પ્રભુ પાસે છે બંગલા, લક્ઝરી ગાડીઓ, જાણો તેની સંપત્તિ, જીવન વિશે રસપ્રદ વાતોHappy B'day Samantha: સામંથા રુથ પ્રભુ પાસે છે બંગલા, લક્ઝરી ગાડીઓ, જાણો તેની સંપત્તિ, જીવન વિશે રસપ્રદ વાતો

English summary
Karnataka Election: BJP and congress spend Rs. 335 crore in in the last two poll campaigns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X