Karnataka Election : બીજેપી નેતા ઈશ્વરપ્પાએ પલટી મારી, હવે મુસ્લિમોને પોતાની સાથે ગણાવ્યા
મુસ્લિમ વિરોધી પાર્ટી બીજેપીના નેતાઓ પણ હવે મત મેળવવા માટે પલટી મારતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસ સામે કર્ણાટકમાં બીજેપીની સ્થિતી ખરાબ છે ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા ઈશ્વરપ્પાએ પલટી મારી છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ મુસ્લિમ મતોને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. કેએસ ઇશ્વરપ્પાએ દાવો કર્યો છે કે, રાષ્ટ્રવાદી મુસ્લિમો, રાષ્ટ્રવાદી ખ્રિસ્તીઓ અને હિન્દુત્વવાદીઓ બધા બીજેપીને મત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ભાજપને 140 થી વધુ બેઠકો મળશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
શિવમોગાના વિનોબાનગરમાં એક સભા દરમિયાન કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે બીજેપીને મુસ્લિમોના એક વોટની પણ જરૂર નથી. પરંતુ રાષ્ટ્રવાદી મુસ્લિમો ભગવા પક્ષને મત આપશે. આ નિવેદન વખતે મંચ પર બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા. જણાવી દઈએ કે, કેએસ ઇશ્વરપ્પા પોતે આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા.
હવે મતદાન દરમિયાન કેએસ ઈશ્વરપ્પાએ એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રવાદી મુસ્લિમો, રાષ્ટ્રવાદી ખ્રિસ્તીઓ અને હિન્દુત્વવાદીઓ તમામ બીજેપીને મત આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ ચૂંટણીમાં 140થી વધુ બેઠકો મેળવશે.












Click it and Unblock the Notifications
