Karnataka Election : બીજેપી ઉમેદવારે આપેલી વસ્તુઓ લોકો પાછી તેના ઘરે ફેંકી ગયા, વીડિયો વાયરલ
કર્ણાટકમાં મતદાન વચ્ચે બીજેપી અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. હવે કોંગ્રેસ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો છે અને બીજેપી ઉમેદવારનો લાંચ આપવાના પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું કહ્યું છે.
લોકો ઉત્સાહપુર્વક મતદાન કરવા ઉમટી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે કર્ણાટકમાં બીજેપી ઉમેદવારો મતદારોને આકર્ષવા સાડીઓ અને અન્ય વસ્તુઓથી મતદારોને લાંચ આપવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ લોકો હિંમતથી આ લાંચને નકારી રહ્યા છે અને બીજેપી વિરૂદ્ધ મતદાન કરી રહ્યા છે.

હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉમેદવારે આપેલી વસ્તુઓ પાછી ફેંકી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
કોંગ્રેસે દાવો કર્યો કે, આ ઘટના 40 ટકા ભ્રષ્ટ બીજેપી સરકાર સામે સત્તા વિરોધી વલણનો એક શક્તિશાળી પુરાવો છે. આ લહેર દેશભરમાં છે. આ કપટી અને જુમલેબાઝ બીજેપી સરકારને હટાવવા અને આશાના નવા પ્રભાતનો આરંભ કરવા મક્કમ છે. કન્નડ લોકો તમારા પર ગર્વ છે.
Proud of you Kannadigas!!!
— Congress (@INCIndia) May 10, 2023
Despite attempts by BJP MLA & BJP leaders in Karnataka to bribe voters with sarees & other gifts, the villagers courageously rejected their 'Bhiksha' & voted against the BJP.
This incident is a powerful testimony to an anti-incumbency wave against… pic.twitter.com/uS0MMf9Zgp
તમને જણાવી દઈએ કે, હાલમાં જ બીજેપી ધારાસભ્ય સીટી રવિ દ્વારા અપાયેલી સાડીઓ સળગાવવાનો મામલો સામે આવ્યો હતો. આરોપ લાગ્યો હતો કે સીટી રવિ વોટ માટે મફતમાં સાડીઓ વહેંચી રહ્યા છે.
આના વિરોધમાં મતદારોએ આપવામાં આવેલી સાડીઓ સળગાવી દીધી હતી. ઘટનાનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. મતદારોએ આરોપ લગાવ્યો કે મફતની વસ્તુઓ આપવા કરતા તેમની વાત સાંભળવી જોઈએ.












Click it and Unblock the Notifications
