For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને હિંદી ભાષી પક્ષ કહેનારાઓ માટે આ જીત એક જવાબ છેઃ પીએમ મોદી

કર્ણાટક ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવા માટે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં સંસદીય બોર્ડની બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી પણ શામેલ થયા અને તેમણે પક્ષના લોકોને સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવા માટે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં સંસદીય બોર્ડની બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી પણ શામેલ થયા અને તેમણે પક્ષના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સૌથી પહેલા વારાણસી દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુ કે એક તરફ કર્ણાટકમાં મળેલી જીતની ખુશી છે તો બીજી તરફ મારા જ સંસદીય ક્ષેત્રમાં થયેલ દૂર્ઘટનાથી હ્રદય ભારે થઈ ગયુ છે. પીએમ મોદીએ કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષને સૌથી મોટો પક્ષ બનીને સામે આવવા પર લોકોને અભિનંદન આપ્યા છે.

ક્યાંય પણ ભાષા વચ્ચે આવી નહિ

ક્યાંય પણ ભાષા વચ્ચે આવી નહિ

તેમણે કહ્યુ કે ભાજપને હિંદી ભાષાનો પક્ષ કહેનારાઓને આ જીત એક જવાબ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો દેશમાં ઉત્તર અને દક્ષિણની લડાઈ લડાવે છે, દેશના અધિષ્ઠાનો પર હુમલા કરવામાં આવ્યા. પીએમ મોદીએ કર્ણાટક ચૂંટણીમાં મળેલી જીતને અદભૂત ગણાવી. તેમણે કહ્યુ કે કર્ણાટકની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો. ક્યાંય પણ ભાષા વચ્ચે આવી નહિ.

કર્ણાટકની જનતાને અભિનંદન આપુ છુ

કર્ણાટકની જનતાને અભિનંદન આપુ છુ

પીએમ મોદીએ કહ્યુ કે આ ચૂંટણીએ મારા મનને ખૂબ પ્રભાવિત કર્યુ. મે ભાજપના કાર્યકર્તા તરીકે અને સીએમ તરીકે ઘણા રાજ્યોમાં પ્રવાસ કર્યો છે. આ દરમિયાન ક્યાય ભાષાની મુશ્કેલી થઈ નહિ. હું કર્ણાટકની જનતાને અભિનંદન આપુ છુ.

આ પહેલા શું કહ્યુ અમિત શાહે

આ પહેલા શું કહ્યુ અમિત શાહે

પીએમ મોદી પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમત મળ્યો નથી. પક્ષો વચ્ચે જોડ-તોડની રાજનીતિ ચાલી રહી છે. ભાજપ બહુમતથી માત્ર થોડી સીટો જ પાછળ રહી ગઈ છે. અમિત શાહે કહ્યુ કે જનતાએ કર્ણાટકને કોંગ્રેસ મુક્ત કરી છે. તેમણે કહ્યુ કે ભાજપની મોટી જીત થઈ છે. તેમણે રાજ્યની જનતાનો દિલથી આભાર માનતા કહ્યુ કે આ કાર્યકર્તાઓની અથાગ મહેનતનું પરિણામ છે.

English summary
karnataka election results 2018 pm narendra modi addresses party workers at bjp headquarters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X