For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીના એક ફોનથી બદલાયા કર્ણાટકના સમીકરણ, ભાજપ બેચેન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના બદલાતા રૂઝાન વચ્ચે કોંગ્રેસ હજુ પણ હિંમત હારી નથી. તેને હજુ પણ લાગે છે કે તે સત્તામાં પાછી આવી શકે છે અને આ કારણે ત્યાં પળે પળ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના બદલાતા રૂઝાન વચ્ચે કોંગ્રેસ હજુ પણ હિંમત હારી નથી. તેને હજુ પણ લાગે છે કે તે સત્તામાં પાછી આવી શકે છે અને આ કારણે ત્યાં પળે પળ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. સમાચાર છે કે રૂઝાનોમાં જેવુ એ સ્પષ્ટ થયુ કે ભાજપ બહુમતથી દૂર થઈ ગયુ છે કે તરત જ યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી સક્રિય થઈ ગયા અને તેમણે કર્ણાટકમાં હાજર કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને કહ્યુ કે તે તરત જ એચડી દેવગૌડાને મળે અને વાત કરે.

કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ

કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ

જેની થોડી વાર બાદ જ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ. પાર્ટીના નેતા જી. પરમેશ્વરે કહ્યુ કે અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. તેમની સામે નતમસ્તક છીએ. સરકાર બનાવવા માટે અમારી પાસે આંકડા નથી. એવામાં કોંગ્રેસે સરકાર બનાવવા માટે જેડીએસને સમર્થન આપવાની રજૂઆત કરી છે.

આઝાદે દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત કરી

આઝાદે દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત કરી

દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત કર્યા બાદ આઝાદે મીડિયામાં નિવેદન આપ્યુ કે તેમણે દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત કરી છે. તેમણે અમારી ઓફર સ્વીકારી છે. આશા છે કે અમે સાથે હોઈશુ. પરિણામો આવ્યા પહેલા જ કર્ણાટકમા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે.

કોંગ્રેસ અને જેડીએસની બનશે સરકાર

કોંગ્રેસ અને જેડીએસની બનશે સરકાર

કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે કહ્યુ કે અમે(કોંગ્રેસ અને જેડીએસ) સંયુક્ત રૂપે આજે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરીશું. જો કે હજુ દેવગૌડાએ કોઈ અધિકૃત નિવેદન આપ્યુ નથી.

સરકાર બનાવવા માટે 112 વિધાયકોની જરૂર

સરકાર બનાવવા માટે 112 વિધાયકોની જરૂર

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભાની કુલ 225 સીટો હોય છે જેમા 224 વિધાયકો માટે ચૂંટણી થાય છે. રાજ્ય 224 વિધાનસભા સીટોમાંથી 222 વિધાનસભા સીટ પર મતદાન થયુ. કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 112 વિધાયકોની જરૂર હોય છે.

English summary
karnataka election results sonia gandhi spoke deve gowda offers to make kumaraswamy cm big twist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X