For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા એકવાર બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન કરાવી તો બતાવે: શિવસેના

ઈવીએમ મશીન સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. આંકડા અનુસાર ભાજપા 105 સીટો, કોંગ્રેસ 78 સીટો અને જેડીએસ 37 સીટો પર ચાલી રહી છે. બહુમત માટે 112 સીટો જરૂરી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા ઈવીએમ મશીન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઈવીએમ મશીન સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરે ઘ્વારા ઈવીએમ મશીન વિશે કંઈક આવું કહેવામાં આવ્યું

ઉદ્ધવ ઠાકરે ઘ્વારા ઈવીએમ મશીન વિશે કંઈક આવું કહેવામાં આવ્યું

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એકવાર ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમ પર નહીં, પરંતુ બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન લડે. તેનાથી બધી જ અફવાહો દૂર થઇ જશે.

ઉદ્ધવ ઠાકરે પહેલા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, હું શરૂઆત થી કહી રહ્યો છું, એવી કોઈ જ પાર્ટી નથી જેને ઈવીએમ પર સવાલ ના ઉઠાવ્યા હોય. તેમને બીજેપી પર નિશાનો સાધતા જણાવ્યું કે બીજેપી ઘ્વારા પર પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હવે જયારે બધા જ પક્ષો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજેપી બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન કરાવવા માટે પક્ષમાં કેમ નથી?

સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર નિશાનો લગાવ્યો

સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર નિશાનો લગાવ્યો

ઈવીએમ સવાલ પર સુબ્રમણ્યમ સ્વામી પહેલા તો જોરથી હસવા લાગ્યા. તેમને કહ્યું કે કોંગ્રેસ જયારે જીતે છે ત્યારે તેમને ઈવીએમ મશીનમાં ખામી નથી દેખાતી. પરંતુ જયારે તેઓ હારે છે ત્યારે તેમને ઈવીએમ મશીનમાં ગરબડી દેખાય છે.

English summary
Karnataka election results: Uddhav Thackeray just one time go with ballot papers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X