For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં બનશે ભાજપ સરકાર, કાલે શપથ લઈ શકે કે યેદિયુરપ્પા

કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરેલુ ભાજપ સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યુ છે. ભાજપના સંસદીય દળના નેતા યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરેલુ ભાજપ સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યુ છે. ભાજપના સંસદીય દળના નેતા યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા મુજબ એવુ માનવામાં આવી રહ્યુ છે કે કાલે યેદિયુરપ્પા રાજ્યના સીએમ તરીકે શપથ ગ્રહણ કરી શકે છે. જો કે ભાજપ હજુ બહુમતથી દૂર છે. પરંતુ એવુ માનવામાં આવી રહ્યુ છે કે જ્યારે યેદિયુરપ્પા સરકાર વિધાનસભામાં પોતાનો બહુમત રજૂ કરશે તો કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યો અનુપસ્થિત રહી શકે છે.

yediyurappa

ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસના 7 લિંગાયત ઘારાસભ્યો તેમના સંપર્કમાં છે. જો બહુમત સાબિત કરવાના દિવસે આ બધા ધારાસભ્યો રાજીનામાં આપી દે અથવા સદનમાં અનુપસ્થિત રહે તો સદન સંખ્યા ઘટીને 215 રહી જાય છે. ત્યારબાદ ભાજપને સરકાર બનાવવા માટે માત્ર 108 ધારાસભ્યો જોઈએ. ભાજપ પાસે અત્યારે 104 સાંસદો છે. આ ઉપરાંત બે અન્ય અને એક બીએસપીના ધારાસભ્યનું સમર્થન તેને મળી જાય તો પણ બહુમતથી એક ધારાસબ્ય દૂર રહી જાય. વળી, આ તરફ કોંગ્રેસ અને જેડીએસનો દાવો છે કે તેમના ધારાસબ્યો તેમની પાસે જ છે કોઈ તેમનો પક્ષ છોડીને નથી જઈ રહ્યુ.

English summary
karnataka elections 2018 bs yeddyurappa will take oath as arnataka chief minister tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X