For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં સંકટ આવે છે ત્યારે રાહુલ ગાંધી ઇટલી ભાગી જાય છે: યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પ્રચાર અભિયાનમાં જોડાયેલા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પ્રચાર અભિયાનમાં જોડાયેલા છે. ભાલકીમાં ચુનાવી રેલીને સંબોધન કરતા યોગી આદિત્યનાથે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટક મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પ્રહાર કર્યા. તેમને કહ્યું કે રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટક મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની કોઈ જ જગ્યા નથી. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જયારે પણ દેશ પર કોઈ સંકટ આવે છે ત્યારે રાહુલ ગાંધી ઇટલી ભાગી જાય છે. તેમને ફક્ત ઈટલીની યાદ આવે છે.

યુપી સીએમ યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકારે યુપીમાં એક વર્ષ પૂરું કર્યું. અમે એક વર્ષમાં ખેડૂતોના દેવા માફ કર્યા જયારે સિદ્ધારમૈયા સરકારે આવું કેમ નહીં કર્યું. જે યુપીમાં શક્ય છે તે કર્ણાટકમાં કેમ શક્ય નથી. યુપીના કામ કર્ણાટકમાં ગણાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપીએ એસસી/ એસટી હક નથી માર્યો.

યોગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉત્તરપ્રદેશમાં તોફાન આવ્યા પછી અમે તરફ રાહત પહોંચાડી. અમે 1 વર્ષમાં 9 લાખ ગરીબોને ઘર આપ્યું. કર્ણાટકમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે જયારે અમારી સરકાર આવશે ત્યારે સામાન્ય માણસો પાસેથી લૂંટવામાં આવેલા પૈસા લોકોની ભલાઈમાં વાપરવામાં આવશે.

યુદુરપ્પા ઘ્વારા વિવાદિત નિવેદન

યુદુરપ્પા ઘ્વારા વિવાદિત નિવેદન

બીજેપી સીએમ ઉમેદવાર યુદુરપ્પા ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. યુદુરપ્પા ઘ્વારા પ્રચાર દરમિયાન કહેવામાં આવ્યું કે આરામ નહીં કરો. જો તમને લાગે છે કે કોઈ વોટ નથી આપી રહ્યું તો તેમના ઘરે જઈને તેના હાથ પગ બાંધ ને ભાજપના પક્ષમાં વોટ આપવામાં માટે લઇ આવો.

પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકાર્યો

પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકાર્યો

રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેઓ ફક્ત 15 મિનિટ હાથમાં કોઈ પણ કાગળ વિના કર્ણાટક સરકારના કામો વિશે બોલીને બતાવે, પછી તેઓ ભલે હિન્દીમાં બોલે, ઇંગલિશમાં બોલે ક્યાં તો પછી પોતાની માતાની માતૃભાષા માં કર્ણાટક સરકારના કામો ગણાવે.

કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન

કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન

224 વિધાનસભા સીટ ધરાવતા કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન છે અને 15 મેં દરમિયાન તેનું પરિણામ આવશે. રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પોતાની સત્તા બચાવવા માટે કામ કરી રહી છે. જયારે બીજેપી ફરી એકવાર સત્તામાં આવવા માટે કમર કસી રહી છે.

English summary
Karnataka Elections 2018: Yogi adityanath says whenever nation facing crisis rahul gandhi runs to italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X