Karnataka Election: પાંચ વાર ભાજપ ધારાસભ્ય રહેલા હલદી શ્રીનિવાસ શેટ્ટીએ ચૂંટણી ના લડવાનુ કર્યુ એલાન
Karnataka Assembly Elections 2023: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10મેના રોજ યોજાવા જઈ રહી છે. ચૂંટણી તારીખના એલાન બાદથી અહીં નેતાઓ ટિકિટ મેળવવાની હોડમાં લાગી ગયા છે. આ દરમિયાન ભાજપના પાંચ વારના ધારાસભ્ય હલદી શ્રીનિવાસ શેટ્ટીએ આ વખતે ચૂંટણી ન લડવાનુ એલાન કરીને સહુને ચોંકાવી દીધા છે.
ધારાસભ્ય હલદી શ્રીનિવાસ શેટ્ટીએ પોતાના મતદારોને ભાજપના ઉમેદવારનુ સમર્થન કરવાનો આગ્રહ કર્યો છે. હલદી શ્રીનિવાસ શેટ્ટી કર્ણાટકના કુંડાપુરાથી ધારાસભ્ય છે. તેમણે કહ્યુ કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી નહિ લડે.

પાંચ વખતના ધારાસભ્યએ ભાજપને ઉમેદવારોની યાદીમાં તેમનુ નામ સામેલ ન કરવા વિનંતી કરી છે.ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા હલદી શ્રીનિવાસ શેટ્ટીએ કહ્યુ કે, હું વિધાનસભાની ચૂંટણી નહીં લડુ અને મે આ નિર્ણય સ્વેચ્છાએ લીધો છે. પાંચ વખત ધારાસભ્ય તરીકે મે હંમેશા પ્રતિબદ્ધતા સાથે મારુ કામ કર્યુ છે અને હંમેશા સામાજિક ન્યાય માટે ઉભો રહ્યો છુ.
તેમણે કહ્યુ કે મને ખુશી છે કે કુંડાપુરાના લોકોએ મને દરેક ચૂંટણીમાં આશીર્વાદ આપ્યા અને 2013માં જ્યારે હું અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો હતો ત્યારે મને વિધાનસભામાં મોકલ્યો. લોકોના પ્રેમ અને લાગણીનો હું હંમેશા ઋણી રહીશ.












Click it and Unblock the Notifications
