For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ઈલેક્શન: અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઈલેક્શન, ખર્ચ થયા 10500 કરોડ રૂપિયા

સર્વે કરનાર ગેર સરકારી સંસ્થા ઘ્વારા કર્ણાટક ઈલેક્શનને સૌથી વધુ પૈસા ખર્ચ કરનાર ઈલેક્શન ગણાવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. આ વખતે રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે, તે થોડા કલાકો પછી ખબર પડી જશે. આ વિધાનસભા ઈલેક્શનમાં બધી જ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પાણી માફક પૈસા વાપરવામાં આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ કર્ણાટક ઈલેક્શન અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઈલેક્શન રહ્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડી સર્વે અનુસાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 દેશમાં આયોજિત સૌથી મોંઘુ ઈલેક્શન રહ્યું છે.

karnataka election results 2018

સર્વે કરનાર ગેર સરકારી સંસ્થા ઘ્વારા કર્ણાટક ઈલેક્શનને સૌથી વધુ પૈસા ખર્ચ કરનાર ઈલેક્શન ગણાવ્યું છે. આ ઈલેક્શનમાં અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા તેમના ઉમેદવારો ઘ્વારા લગભગ 9500 થી 10500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં પ્રધાનમંત્રી મોદી ઘ્વારા કરવામાં આવેલી રેલીઓનો ખર્ચ શામિલ નથી. સંસ્થા ઘ્વારા જણાવ્યા મુજબ વર્ષ 2018 ઈલેક્શનમાં ગયા વર્ષ કરતા લગભગ 2 ગણો વધારે ખર્ચો કરવામાં આવ્યો છે.

સર્વે અનુસાર દેશના અલગ અલગ રાજ્યોમાં થતા ઈલેક્શનમાં ખર્ચ મુકાબલે કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ વિધાનસભા ઈલેક્શનમાં વધારે ખર્ચ થાય છે. સર્વે કરનાર સંસ્થા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો ઈલેક્શન દરમિયાન આ પ્રકારે ખર્ચ કરવામાં આવ્યો તો આવતા વર્ષે થતા લોકસભા ઈલેક્શન માં 50,000-60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.

English summary
Karnataka elections most expensive ever terms expenditure by parties candidates survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X