For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં કિંગ મેકર બની શકે છે જેડીએસ, કોને આપશે સમર્થન?

કર્ણાટકમાં 12 મેં દરમિયાન વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. આ ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 12 મેં દરમિયાન વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. આ ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે. પરંતુ સવાલ છે કે આખરે કોણ કર્ણાટકમાં પોતાની સરકાર બનાવશે. હાલમાં જ સીએસડીએસ લોકનીતિ સર્વેમાં સામે આવ્યું કે બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. પરંતુ સ્પષ્ટ બહુમત કોઈને પણ નહીં મળે.

karnataka elections 2018

આવી હાલતમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ બીજેપી ને જેડીએસ પાસે ઘણી આશા રહેશે. કર્ણાટકમાં જેડીએસ કિંગ મેકર બની શકે છે. ડો. સંદીપ શાસ્ત્રીએ વનઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે જેડીએસ એવી પાર્ટીને સમર્થન આપશે જે બહુમતના આંકડાની સૌથી નજીક હશે.

આપણે જણાવી દઈએ કે બહુમત માટે 113 સીટો જરૂરી છે. જો કર્ણાટકમાં બીજેપી ને જેડીએસ JD(S) સમર્થન જરૂરી હશે તો આંકડાને ધ્યાનમાં રાખીને જેડીએસ ઉપ-મુખ્યમંત્રી પદ માટે દાવેદારી રજુ કરશે.

ડો. સંદીપ શાસ્ત્રી સાથે સાંભળો આખી વાતચીત

ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદ માટે કોઈ બાંધછોડ નહીં કરે. જો કોંગ્રેસ લીડ કરે તો આ ગઠબંધન સૈદ્ધાંતિક રૂપે સંભવ થઇ શકે છે. પરંતુ જેડીએસ મુખ્યમંત્રી પદ માટે સિદ્દરામૈયા નામ પર રાજી નથી.

કર્ણાટકમાં 12 મેં દરમિયાન થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા એબીપી ઘ્વારા પ્રિ-પોલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર કોંગ્રેસને રાજ્યમાં 37 ટકા અને બીજેપી ને 34 ટકા વોટ મળશે. એટલું જ નહીં પરંતુ જેડીએસ 20 ટકા વોટ ખેંચી શકે છે. પ્રિ-પોલ સર્વે અનુસાર કોંગ્રેસથી 3 ટકા ઓછા વોટ મળ્યા પછી પણ બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સર્વે અનુસાર ભાજપને 89 થી 95, કોંગ્રેસને 85 થી 91, જેડીએસ ને 32 થી 38 અને અન્યને 6 થી 12 સીટ મળવાની આશા છે.

English summary
JD(S) is likely to play the kingmaker. Who would the JD(S) support in case it is needed to form the next government in Karnataka?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X