કર્ણાટકના નાટકનો અંત, 14 મહિનામાં જ કુમારસ્વામી સરકાર પડી ભાંગી
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો વધી ગયો હતો. ગવર્નરની ત્રણ-ત્રણ ડેડલાઈન વટાવી ગયા બાદ આખરે કર્ણાટકમાં વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ થઈ ગયો. કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી કુમારસ્વામી અસફળ થઈ ગયા. કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધની સરકાર પડી ભાંગી છે. મંગળવારે કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિશ્વાસ મતના પક્ષમાં 99 વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં 105 વોટ પડ્યા.
વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 12 બાગી ધારાસભ્યોને મંગળવારે 11 વાગ્યે ઉપસ્થિત રહેવા માટે સમન મોકલ્યું હતું પરંતુ તેમણે ખાનગી કારણોનો હવાલો આપી બેંગ્લોર આવવામાં અસમર્થતા જાહેર કરતાં મુલાકાત માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો. બે અપક્ષ ધારાસભ્યો- આર. શંકર અને એચ. નાગેશે આઠ જુલાઈએ મંત્રી પદેથી રાજીનામું આપતાં સરકારનું સમર્થન ખેંચીને ભાજપમાં ગયા બાદ ભાજપ પાસે 107 ધારાસભ્યો થઈ ગયા જેમાં તેમના પોતાના 105 ધારાસભ્યો છે.
કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ભાજપના ખેમામાં ખુશીની લહેર જોવા મળી. વિધાનસભા બહાર ભાજપી કાર્યકર્તાઓ જશ્ન મનાવતા જોવા મળ્યા. બીજી તરફ સદનમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપી નેતા બીએસ યેદિયુરપ્પા વિક્ટરી ચિહ્ન દેખાડતા જોવા મળ્યા. તેમની સાથે ભાજપના તમામ ધારાસભ્યો પણ હાજર હતા.
BS Yeddyurappa & other Karnataka BJP MLAs show victory sign in the Assembly, after HD Kumaraswamy led Congress-JD(S) coalition government loses trust vote. pic.twitter.com/hmkGHL151z
— ANI (@ANI) July 23, 2019
અગાઉ કુમારસ્વામીની આગેવાનીવાળી ગઠબંધન સરકારનું બહુમત સિદ્ધ કરવા માટે વિધાનસભામાં કાર્યવાહી મંગળવારે સાંજે સુધી ચાલુ રહી. સદનમાં વિશ્વાસ પ્રસ્તાવ પર લાંબી ચર્ચા ચાલી. ચર્ચા બાદ બહુમત સિદ્ધ થઈ ગયું જેમાં ગઠબંધન સરકાર અસફળ રહી. અગાઉ મુખ્યમંત્રીએ 18 જુલાઈએ આવેલ પોતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો.
Karnataka Floor Test Live: કર્ણાટકમાં કોંગ્રસ-જેડીએસની સરકાર પડી ભાંગી