• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Karnataka Floor Test Live: કર્ણાટકમાં કોંગ્રસ-જેડીએસની સરકાર પડી ભાંગી

|

બેંગ્લોરઃ કર્ણાટકમા રાજકીય ઘમાસાણ હજુ પણ ચાલુ છે. વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને લઈ સોમવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન નાટકીય દલિલો જોવા મળી અને આખરે મોડી રાત્રે વોટિંગ કરાવ્યા વિના જ સ્પીકરે સદનની કાર્યવાહીને મંગળવારે સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. વિધાનસભા સ્પીકરે ફ્લોર ટેસ્ટની નવી ડેડલાઈન મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીની રાખી છે. સોવારે સ્પીકરે ફ્લોર ટેસ્ટ પર ફેસલાની વા કહી હતી પરંતુ મોડી રાત સુધી આના પર કોઈ નિર્ણય લઈ ન શકાય અને આખરે સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

karnataka floor test

કર્ણાટક ફ્લોર ટેસ્ટઃ સંકટમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર, આજે સાંજે 6 વાગે થશે ફ્લોર ટેસ્ટ

Newest First Oldest First
8:29 PM, 23 Jul
જેડીએસ-કોંગ્રેસ સરકાર પડ્યા બાદ વિધાનસભાથી નિકળતા કુમારસ્વામી. બહુમત પરીક્ષણમાં કોંગ્રેસ-જેડીએસ સરકારના પક્ષમાં 99 અને વિરોધમાં 105 વોટ પડ્યા.
8:24 PM, 23 Jul
ભાજપા કાર્યકર્તા પાર્ટીની બેંગ્લોર ઑફિસ પર જેડીએસ-કોંગ્રેસની સરકાર પડ્યાનું જશ્ન મનાવી રહ્યા છે.
8:23 PM, 23 Jul
જગદીશ શેટ્ટરે કહ્યું કે બાગી ધારાશભ્યોના રાજીનામા હજુ સ્વીકારાયાં નથી. રાજીનામા પર ફેસલા બાદ તેમણે નક્કી કરવાનું રહેશે કે તેઓ કઈ પાર્ટીમાં રહેશે.
8:23 PM, 23 Jul
ભાજપના નેતા જગદીશ શટ્ટરે કહ્યુ્ં કે અમારી પાસે 105 ધારાસભ્યો છે અને અમે એક સ્થિર સરકાર ચલાવીશું.
8:22 PM, 23 Jul
બીએસ યેદુરપ્પાએ કહ્યું કે આ લોકતંત્રની જીત છે. રાજ્યના લોકો આ સરકારથી દુખી હતા. હવે રાજ્યમાં વિકાસના કામ શરૂ થશે.
8:18 PM, 23 Jul
કુમારસ્વામીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો.
8:17 PM, 23 Jul
ફ્લોર ટેસ્ટમાં સરકાર અસફળ થયા બાદ કુમારસ્વામી કોઈપણ સમયે રાજીનામું આપી શકે. ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
7:54 PM, 23 Jul
દેવગૌડા પરિવારની ખરાબ કિસ્મત, એકેય વખત આખી ટર્મ પૂરી નથી કરી શક્યા. પહેલી ટર્મ 20 મહિના ચાલી, બીજી ટર્મ 14 મહિનામાં જ સમાપ્ત થઈ.
7:50 PM, 23 Jul
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર વિશ્વાસ મત હાર્યા બાદ બીએસ યેદિયુરપ્પા સહિતના અન્ય ભાજપી ધારાસભ્યોએ વિક્ટરીનું નિશાન દેખાડ્યું.
7:43 PM, 23 Jul
99:105થી કુમારસ્વામી સરકાર વિશ્વાસમત હારી ગઈ. હવે કર્ણાટકમાં નવી સરકાર રચાશે.
7:34 PM, 23 Jul
એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસમત રજૂ કર્યું
7:19 PM, 23 Jul
ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરે કહ્યું કે તેઓ સ્પીકરના વર્તાવ વિશે વાત કરી રહ્યા છે. આ સદનની અવમાનના છે. જો સદનની અવગણના કરવામાં આવે છે તો હું ત્યાગ પત્ર આપવા માંગીશ. જો વિશ્વાસ મત સ્થગિત થઈ જાત તો હું રાજીનામું આપી દેત.
7:18 PM, 23 Jul
કુમારસ્વામીએ પોતાના ભાષણમાં કહ્યું કે મીડિયા જે કરી રહી છે, તે ઠીક નથી. મીડિયા આઈએમ કેસમાં બિરયાની શોધી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દેશને બર્બાદ કરી રહ્યું છે, હું કહેવા માગું છું કે દેશને બર્બાદ ન કરો.
7:17 PM, 23 Jul
એચડી કુમારસ્વામીએ કહ્યું કે સત્તા કોઈના માટે પણ સ્થાયી નથી, સીએમ પદ પણ પર્મનેન્ટ પોસ્ટ નથી. ફ્લોર ટેસ્ટથી હું ભાગી નથી રહ્યો.
6:57 PM, 23 Jul
તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રહેવા માટે કુમારસ્વામીએ કહ્યું કે જ્યારે ગુલામ નબી આઝાદે મને ફોન કર્યો હતો ત્યારે હું એક હોટલમાં હતો. હોટલનો એ રુમ મારા માટે લકી છે.
6:57 PM, 23 Jul
સદનમાં કુમારસ્વામીએ કહ્યું કે કર્ણાટકના ખેડૂતોને મેં ઠગ્યા નથી. મારી સરકારે લોકો માટે કામ કર્યાં છે.
6:56 PM, 23 Jul
કુમારસ્વામીના ભાષણ બાદ વિધાનસભામાં વિશ્વાસમત માટે વોટિંગ થઈ શકે છે. વિશ્વાસમત પહેલા જ કુમારસ્વામી સીએમ પદ પરથી રાજીનામું આપવાની વાત પણ કહેવાઈ રહી છે.
6:55 PM, 23 Jul
કુમારસ્વામીએ કહ્યું કે ટ્રસ્ટ વોટને ખેંચવાનો મારો કોઈ ઈરાદો નથી. હું સ્પીકર અને રાજ્યની જનતાની માફી માંગું છું.
6:55 PM, 23 Jul
વિશ્વાસ મત પર ચર્ચાનો જવાબ આપતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે લોકો ચર્ચા કરી રહ્યા છે કે હું ખુરશી સાથે કેમ ચોટી ગયો છું. હું ખુશી ખુશી આ પદ છોડવા માટે તૈયાર છું. મારી સરકાર બેશર્મ નથી.
6:52 PM, 23 Jul
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર આપવામાં આવેલ ત્રીજી ડેડલાઈન પણ મંગળવારે 6 વાગ્યે ખતમ
6:13 PM, 23 Jul
બેંગ્લોર પોલીસ કમિશ્નર આલોક કુમારે જણાવ્યું કે શહેરમાં 144 લાગૂ છે. તમામ પબ અને દારૂની દુકાનો પણ 25 જુલાઈ સુધી બંધ રહેશે. ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી થશે.
6:13 PM, 23 Jul
બેંગ્લોરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આખા શહેરમાં ક્યાંય ચારથી વધુ લોકો એકઠા નહિ થઈ શકે.
6:12 PM, 23 Jul
સિદ્ધારમૈયાએ કહ્યું કે 25, 30, 50 કરોડ રૂપિયા આખરે ક્યાંથી આ્યા છે. બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવા જોઈએ. આવા લોકોની રાજનીતિ ખતમ થશે. જનતા તેમને માફ નહિ કરે.
6:11 PM, 23 Jul
સિદ્ધારમૈયાએ કહ્યું કે રાજ્યની 99 ટકા જનતા જાણે છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગમાં સામેલ છે. ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે.
6:11 PM, 23 Jul
બેંગ્લોરના રેસકોર્સ રોડ પર કોંગ્રેસ અને ભાજપી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ. કોંગ્રેસનો આરોપ છે કે અપક્ષ ધારાસભ્યોને અહિંના એક અપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યા છે.
6:10 PM, 23 Jul
સદનમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે આ લોકતંત્રને બચાવવાનો સવાલ છે. શું આ હોલસેલ રિટેલનો વ્યવસાય છે? આ શર્મનાક છે.
6:09 PM, 23 Jul
ડીકે શિવકુમાર બોલ્યા- હું મુંબઈમાં ગયો તો એક ધારાસભ્યએ મને કહ્યું કે તેઓ પાછા આવવા માંગે છે.
4:47 PM, 23 Jul
ડીકે શિવકુમાર- બાગી ધારાસભ્યોએ મારી પીઠ પર ચાકૂ ભોંક્યું છે, પરંતુ ચિંતા ન કરે, તેઓ તમારી સાથે પણ એવું જ કરશે. તમને કહી રહ્યો છું કે એ લોકો મંત્રી નહિ બની શકે.
4:46 PM, 23 Jul
બાગી ધારાસભ્યોના વકીલે સ્પીકર સાથે મુલાકાત કરી, કોંગ્રેસ નેતાઓનું એક દળ પણ સ્પીકરને મળ્યું
1:20 PM, 23 Jul
કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, કોર્ટે કહ્યું કે સ્પીકર હાલ ચર્ચા કરાવી રહ્યા છે, સાંજ સુધી આ મામલે વોટિંગ થઈ શકે છે, જેથી સુનાવણી બુધવારે જ થશે, બાગી ધારાસભ્યોના વકીલે જાણકારી આપી.
READ MORE

English summary
Karnataka floor test drama continues on Tuesday too, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X