કુમારસ્વામી સરકાર પડતાં બોલ્યા યેદિયુરપ્પા- આ લોકતંત્રની જીત
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભામાં મંગળવારે ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પોતાની સરકાર ન બચાવી શક્યું. આની સાથે જ બે અઠવાડિયાથી ચાલી રહેલ કર્ણાટકના રાજકીય નાટક પર બ્રેક લાગી ગઈ છે. ફ્લોર ટેસ્ટમાં 14 મહિના જૂની કુમારસ્વામી સરકાર વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન જરૂરી બહુમત સાબિત ન કરી શકી. 224 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાંથી કુમારસ્વામી સરકારના પક્ષમાં માત્ર 99 વોટ પડ્યા જ્યારે 105 વોટ પડ્યા. કુમારસ્વામીએ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. જાણકારી મુજબ તેઓ રાજભવન જઈ રાજ્યપાલને રાજીનામું સોંપી શકે છે.
આ લોકતંત્રની જીત
કોંગ્રેસ-જેડીએસ વાળી ગઠબંધન સરકાર પડ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે આ લોકતંત્રની જીત છે. લોકો કુમારસ્વામી સરકારથી કંટાળી ગયા હતા. હું કર્ણાટકની જનતાને વિશ્વાસ આપવા માગું છું કે હવે વિકાસનો નવો યુગ શરૂ થશે. તેમણે આગળ કહ્યું કે અમે ખેડૂતોને ભરોસો અપાવીએ છીએ કે આગામી દિવસોમાં અમે તેને વધુ મહત્વ આપીશું. જલદીમાં જલદી અમે આના પર ફેસલો લેશું.
દરેક સ્થિર સરકાર બનાવીશું
જ્યારે ભાજપના નેતા જગદીશ શેટ્ટરે કહ્યું કે હાલ બાગી ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા નથી. આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા બાદ તેમણે ભાજપમાં સામેલ થવું છે કે નહિ તે તેમના પર જ રહેશે. હાલ અમારી પાસે 105 ધારાસભ્યો છે અને ભાજપ પાસે બહુમત છે. અમે એક સ્થિર સરકાર બનાવશું. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે મે મહિનામાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બન્યો હતો. પરંતુ કોંગ્રેસે બીજા નંબરની પાર્ટી હોવા છતાં જેડીએસને સમર્થન આપી કુમારસ્વામીને સીએમ બનાવ્યા હતા.
કર્ણાટકના નાટકનો અંત, 14 મહિનામાં જ કુમારસ્વામી સરકાર પડી ભાંગી