For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીરામૂલુએ જણાવ્યુ કર્ણાટકમાં ભાજપ કેવી રીતે પૂરો કરશે મેજિક નંબર

કર્ણાટકના 23 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ તો લીધા પરંતુ હજુ પણ તેમનો રસ્તો સરળ નથી કારણકે તેમને બહુમત સાબિત કરવાનો હજુ બાકી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના 23 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ તો લીધા પરંતુ હજુ પણ તેમનો રસ્તો સરળ નથી કારણકે તેમને બહુમત સાબિત કરવાનો હજુ બાકી છે. એવામાં જોડ-તોડની રાજનીતિની વાત થઈ રહી છે. જેડીએસ પહેલા જ આરોપ લગાવી ચૂકી છે કે ભાજપ તેના અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે પરંતુ ભાજપે આ બધી બાબતોનો ઈનકાર કરતા કોંગ્રેસ અને જેડીએસ પર સ્વાર્થની રાજનીતિ કરવાનો આરોપ લગાવી દીધો.

ભાજપના નેતા બી.શ્રીરામુલુએ કર્યો મોટો દાવો

ભાજપના નેતા બી. શ્રીરામુલુએ દાવો કર્યો છે કે તે બધી રીતે આશ્વસ્ત છે કે મેજિક નંબરનો આંકડો બહુ સરળતાથી અમે પાર કરી લઈશુ. જનતાનો નિર્ણય અમારી સાથે છે. અમને કોર્ટના નિર્ણય પર ભરોસો છે. અમને થોડો સમય જોઈએ. અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ. અમે મેજિક નંબર સાથે પોતાનો બહુમત સાબિત કરીશુ.

બંને અપક્ષ ધારાસભ્ય અમારા સંપર્કમાઃ શ્રીરામુલુ

બંને અપક્ષ ધારાસભ્ય અમારા સંપર્કમાઃ શ્રીરામુલુ

ભાજપ નેતા શ્રીરામુલુએ આ પહેલા દાવો કર્યો હતો કે બંને અપક્ષ નેતા અમારા સંપર્કમાં છે માટે અમારુ કામ બહુ સરળતાથી થઈ જશે. તેમણે કુમારસ્વામીના ખરીદ-વેચાણના આરોપોને નકારતા કહ્યુ કે તે એવા જ છે. કંઈ સમજ્યા વિચાર્યા વગર આવી જ વાત કરે છે. આજે યેદિયુરપ્પાએ સીએમ પદના શપથ લઈ લીધા છે, એવી જ રીતે અમે અમારો બહુમત પણ સાબિત કરી લઈશુ.

ઉપ મુખ્યમંત્રીનું પદ મળશે શ્રીરામુલુને

ઉપ મુખ્યમંત્રીનું પદ મળશે શ્રીરામુલુને

ઉપ મુખ્યમંત્રી પદ મળશે કે નહિ તેના જવાબમાં શ્રીરામુલુએ કહ્યુ કે મારી એવી કોઈ ઈચ્છા નથી, મારો ઉદ્દેશ અને મારી ઈચ્છા એ હતી કે યેદિયુરપ્પા સીએમ બને અને તે બની ગયા. હું જનતાનો સેવક છુ, હું એ વાતથી જ ખુશ છુ અને કર્ણાટકની જનતાની ભલાઈ માટે કામ કરવા ઈચ્છુ છુ.

સરકાર બનાવવા માટે જોઈએ મેજિક નંબર

સરકાર બનાવવા માટે જોઈએ મેજિક નંબર

તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની 222 સીટો પર આવેલા પરિણામોમાં ભાજપને 104 સીટો મળી છે કે જે બહુમતથી 8 ધારાસભ્ય ઓછા છે, કોંગ્રેસને 78 અને જેડીએસને 37, બસપાને 1 અને અન્યને 2 સીટો મળી છે. એવામાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યુ હોય પરંતુ બહુમતથી દૂર છે. કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 112 ની સંખ્યા જોઈએ. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભાજપ હવે ઓછા પડેલા ધારાસભ્યોને કેવી રીતે અને ક્યાંથી લઈને આવે છે.

English summary
karnataka government formation 2018 kaam ho jaega says sriramulu on bjp proving majority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X