'હિજાબ ઈસ્લામિક ધાર્મિક પ્રથાઓનો અનિવાર્ય હિસ્સો નથી', જાણો કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાની 5 મોટી વાતો

આવો, જાણીએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાની મોટી વાતો.

નવી દિલ્લીઃ કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે 15 માર્ચ, 2022ના રોજ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ છાત્રાઓ દ્વારા હિજાબ પહેરવા પર પ્રભાવી રીતે પ્રતિબંધ લગાવતા સરકારી આદેશ(જીઓ)ને જાળવી રાખ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પર પ્રતિબંધને યથાવત રાખીને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી વિવિધ અરજીઓને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યુ કે હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી. કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બેંચ મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી અને જસ્ટીસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટીસ જેએમ ખાજીએ કર્ણાટક હિજાબ વિવાદ પર ચુકાદો સંભળાવ્યો છે. આવો, જાણીએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાની મોટી વાતો.

'ઈસ્લામમાં હિજાબ અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી'

'ઈસ્લામમાં હિજાબ અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી'

1. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પ્રતિબંધને યથાવત રાખીને કહ્યુ કે આ જરુરી ધાર્મિક પ્રથા નથી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યુ કે હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.
2. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે કહ્યુ કે યુનિફોર્મનુ નિર્ધારણ એક યોગ્ય પ્રતિબંધ છે અને કૉલેજોમાં હિજાબ પ્રતિબંધને યથાવત રાખ્યો છે.
3. કર્ણાટક હાઈકોર્ટે કહ્યુ કે યુનિફૉર્મની જરુરિયાત અનુચ્છેદ 19(1) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર એક યોગ્ય પ્રતિબંધ છે.

સરકાર પાસે આદેશ આપવાનો અધિકાર

સરકાર પાસે આદેશ આપવાનો અધિકાર

4. કર્ણાટક હાઈકોર્ટે કહ્યુ છે કે સરકાર પાસે આદેશ પાસ કરવાનો અધિકાર છે. આને અમાન્ય કરવાનો કોઈ કેસ બનતો નથી.
5. કર્ણાટક હાઈકોર્ટે કહ્યુ કે સરકાર તરફથી યુનિફૉર્મ ડ્રેસ કોડ જાહેર કરતા 5 ફેબ્રુઆરી, 2022ને રદ કરવામાં આવતો નથી કારણકે અરજીકર્તા એવા કોઈ તથ્યો રજૂ કરી શક્યા નથી કે સરકારે નિર્ણય મનમાની રીતે લાગુ કર્યો છે.

'મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવા માટે થયુ આ બધુ...'

'મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવા માટે થયુ આ બધુ...'

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ કે, 'હિજાબને લઈને જે હોબાળો થયો તે એટલા માટે થયો હતો કે મુસ્લિમ છોકરીઓને ઔપચારિક શિક્ષણથી દૂર રાખવામાં આવે અને તાલિબાની વિચાર સાથે ઝોંકી દેવામાં આવે જેનાથી તેમને ઔપચારિક શિક્ષણ ના મળે. કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ભારતના બંધારણ અને સમાજના હિસાબે એકદમ બરાબર છે.' હાઈકોર્ટના હિજાબના ચુકાદા પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે, 'હાઈકોર્ટના ચુકાદાનુ સ્વાગત કરુ છુ. આપણે સહુએ શાંતિનો માહોલ જાળવી રાખવાનો છે. છાત્રોનુ કામ અભ્યાસ અને જ્ઞાન અર્જિત કરવાનુ છે. બધા લોકો એક થઈને ભણવાનુ કામ કરો.'

હાઈકોર્ટના ચુકાદા પર શું બોલ્યા કર્ણાટકના સીએમ

હાઈકોર્ટના ચુકાદા પર શું બોલ્યા કર્ણાટકના સીએમ

હાઈકોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપીને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શાંતિ અને સદભાવની અપીલ કરી છે. કર્ણાટકરના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યુ, 'બધા છાત્રોએ હાઈકોર્ટના આદેશનુ પાલન કરવુ જોઈએ અને કક્ષાઓ કે પરીક્ષાઓને બહિષ્કાર ન કરવો જોઈએ. આપણે અદાલતોના આદેશનુ પાલન કરવાનુ રહેશે અને કાયદો-વ્યવસ્થાને હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X