'હિજાબ પ્રતિબંધને પડકારનાર છોકરીઓ આતંકી સંગઠનની સભ્ય છે...', ભાજપ નેતાનુ વિવાદિત નિવેદન
બેંગલુરુઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વરિષ્ઠ નેતા અને ઉડુપી ગવર્મેન્ટ પ્રી-યુનિવર્સિટી કૉલેજ ડેવલપમેન્ટ કમિટીના ઉપાધ્યક્ષ યશપાલ સુવર્ણાએ દાવો કર્યો છે કે જે છોકરીઓએ હિજાબ પ્રતિબંધ સામે કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે તે 'દેશદ્રોહી' અને એક 'આતંકવાદી સંગઠન'ની સભ્ય હતી.
વિવાદિત નિવેદન આપીને ભાજપ નેતા યશપાલ સુવર્ણાએ કહ્યુ, 'છોકરીઓએ એક વાર ફરીથી સાબિત કરી દીધુ છે કે તે છાત્ર નથી પરંતુ એક આતંકવાદી સંગઠનની સભ્ય છે. હાઈકોર્ટના ચુકાદા સામે નિવેદન આપીને તે વિદ્વાન ન્યાયાધીશોની અવગણના કરી રહી છે. તેમનુ નિવેદન અદાલતની અવગણના છે.'
ભાજપ નેતા યશપાલ સુવર્ણાએ આગળ કહ્યુ, 'આપણે તેમની પાસે દેશ માટે શું અપેક્ષા રાખવી જોઈએ જ્યારે આ છાત્ર વિદ્વાન ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલા ચુકાદાન રાજનીતિથી પ્રેરિત અને કાયદા વિરુદ્ધ કહે છે? તેમણે માત્ર એ સાબિત કર્યુ છે કે એ દેશદ્રોહી છે.'
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભાજપ નેતા યશપાલ સુવર્ણાએ આગળ કહ્યુ, 'છાત્ર જજો પર પ્રભાવિત થવાનો આરોપ લગાવી રહી છે. ન્યાયપાલિકા અને સરકારને જોડવાનો કોઈ અર્થ નથી. જો તે બંધારણનુ સમ્માન ન કરી શકતા હોય તો તે બહાર જઈ શકે છે જ્યાં તેમને હિજાબ પહેરવા અને પોતાના ધર્મનુ પાલન કરવાની અનુમતિ હોય.'
સુપ્રીમ કોર્ટે બુધવારે(16 માર્ચ) કર્ણાટક હાઈકર્ટના ચુકાદા સામે અરજીઓની સુનાવણી માટે તારીખ આપવાનુ ટાળ્યુ છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરવાની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ છે કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવો ઈસ્લામમાં જરુરી ધાર્મિક અભ્યાસનો હિસ્સો નથી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાનીવાળી પીઠે સુનાવણી માટે કોઈ તારીખ જણાવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે, 'અમને થોડો સમય આપો...અમે હોળીની રજા પછી જોઈશુ.' સુપ્રીમ કોર્ટ ગુરુવારથી શરુ થતા ત્રણ દિવસો માટે હોળી માટે બંધ રહેશે અને 21 માર્ચે ફરીથી ખુલશે.