કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેનાથી અમારે કોઈ લેવાદેવા નથી: રાજનાથ સિંહ
કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ તે બાદથી કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર રાજકીય ઉથલપાથલની પાછળ છે અને તે ધારાસભ્યોની ખરીદી કરી રહી છે. પરંતુ કોંગ્રેસના આ આરોપોને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ધરમૂળથી ફગાવી દીધા છે. રાજનાથ સિંહે લોકસભામાં કહ્યુ કે કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેનાથી અમારી પાર્ટીને કોઈ લેવાદેવા નથી. અમારી પાર્ટી ક્યારેય પણ આવી ખરીદીમાં લિપ્ત નથી હોતી. તેમણે કહ્યુ કે અમે સંસદીય લોકતંત્રની મર્યાદાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. કોંગ્રેસમાં રાજીનામુ આપવાનો સિલસિલો રાહુલ ગાંધીએ શરૂ કર્યો હતો, તેની શરૂઆત અમે નહોતી કરી. તેમણે પોતે લોકોને કહ્યુ હતુ કે તે પોતાના રાજીનામા આપે. અહીં સુધી કે પાર્ટીના વરિષ્ઠ નેતા પણ રાજીનામા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા બી કે હરિપ્રસાદે કહ્યુ કે કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તે ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહે કર્યુ છે. આ લોકો સરકારને પાડવાની કોશિશ કરી રહ્યા છે. અમારા ધારાસભ્યોનું લગભગ ત્રણ વાર અપહરણ કરવામાં આવ્યુ છે. આ લોકો અમારા ધારાસભ્યોને મુંબઈ લઈને ગયા પરંતુ હું કહેવા ઈચ્છુ છુ સરકાર નહિ પડે. તેમણે કહ્યુ કે કુમારસ્વામીના પણ સંપર્કમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. હરિપ્રસાદે સ્પષ્ટ કર્યુ કે આ આખુ સંકટ કોંગ્રેસની અંદરનું સંકટ નથી. આ તરફ ભાજપ નેતા શોભા કરંદજલેએ કહ્યુ કે કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ તરત જ પોતાના પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ કારણકે તેમની પાસે બહુમત નથી.
આ પણ વાંચોઃ ઝાયરા વસીમે બોલિવુડ છોડવા પર હવે કંગનાએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યુ