કર્ણાટકમાં સ્પીકરે 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા
સોમવારે બીએસ યેદીયુરપ્પા ફ્લોર ટેસ્ટ સાબિત કરવા જઈ રહ્યા છે પરંતુ તેના એક દિવસ પહેલા જ કર્ણાટકમાં, તમામ 14 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે. સ્પીકરના કે આર રમેશ કુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા કેન્સલ કરવાનું એલાન કર્યું.

14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર
આ નિર્ણય પછી સ્પીકર રમેશ કુમારે ચુકાદો આપતા કહ્યું કે મેં કોઈ ચાલાકી અથવા ડ્રાંમો નથી કર્યો, પરંતુ નમ્રતાથી નિર્ણય કર્યો છે. સોમવારે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા બહુમતી સાબિત કરવાના છે, તે પહેલાં સ્પીકરે તમામ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.
|
કોંગ્રેસના 11 અને જેડીએસના 3 ધારાસભ્યોને અયોગ્ય જાહેર
જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેમના નામ છે: બરાઠી બસવરાજ, મુનિરત્ન, એસ.ટી. સોમાશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટિલ, પ્રતાપ ગૌડા પાટિલ, ડો.સુધાકર, શિવરામ હેબર, શ્રીમંત પાટિલ, કે ગોપાળૈયા, નારાયણ ગૌડા અને એએચ વિશ્વનાથ.
|
બદલાઈ ગયું ગણિત
આપને જણાવી દઈએ કે કુલ 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી કર્ણાટક વિધાનસભાની સંખ્યા હવે 208 થઇ ચુકી છે. આ રીતે બહુમતનો આંકડો હવે 104 થઇ ગયો છે. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. પાછલા ટ્રસ્ટ વોટમાં કુમારસ્વામીના પક્ષમાં 99 વોટ પડ્યા હતા જયારે ભાજપના પક્ષમાં 105 વોટ પડ્યા હતા. આ હિસાબે હવે ભાજપને બહુમત સાબિત કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.

યેદિયુરપ્પાએ સોમવારે સવારે 10 વાગે સંસદમાં બહુમત સાબિત કરશે.
યેદિયુરપ્પા મંગળવારે એચડી કુમારસ્વામીની સરકાર પડી ગયાના બે દિવસ બાદ જ રાજ્યપાલ વજુભાઈએ શુક્રવારે યેદિયુરપ્પાને કર્ણાટકના 25માં સીએમ રૂપે શપથ અપાવ્યા. હાલમાં માત્ર યેદિયુરપ્પાએ જ શપથ લીધા છે અને કોઈ પણ મંત્રીને શપથ અપાવવામાં આવ્યા નથી. શપથગ્રહણ બાદ યેદિયુરપ્પાએ કહ્યુ કે તે સોમવારે સવારે 10 વાગે સંસદમાં બહુમત સાબિત કરશે. જો કે રાજ્યપાલે તેમને બહુમત સાબિત કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.