For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડ્યો દમ, ભાજપને ઝટકો

કર્ણાટકની ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભાની 2 સીટો પર જીત નોંધાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભાની 2 સીટો પર જીત નોંધાવી દીધી છે. જ્યારે લોકસભાની મંડ્યા અને બેલ્લારી સીટો પણ ગઠબંધનના ખાતામાં ગઈ છે. ભાજપ શિમોગા સીટ પોતાની પાસે જાળવી રાખવામાં સફળ રહી છે. કર્ણાટકની 5 સીટો પર થયેલ પેટાચૂંટણીમાં સત્તારુઢ કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધને પોતાનો દમ દેખાડ્યો છે અને ભાજપ સામે આકરો પડકાર રજૂ કર્યો છે. વળી, ભાજપ એકમાત્ર શિમોગા લોકસભા સીટ પર જીત મેળવવામાં સફળ રહી છે.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિર વિવાદ પર કેરળ ભાજપ અધ્યક્ષનો સનસનીખેજ ઓડિયો આવ્યો સામેઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિર વિવાદ પર કેરળ ભાજપ અધ્યક્ષનો સનસનીખેજ ઓડિયો આવ્યો સામે

જામખંડીમાં કોંગ્રેસની સીટ

જામખંડીમાં કોંગ્રેસની સીટ

શરૂઆતથી જ જામખંડી વિધાનસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર આનંદ સિદ્દુ ન્યામગૌડાએ ભાજપ ઉમેદવાર કુલકર્ણી શ્રીકાંતથી આગળ નીકળી ગયા હતા કે જે અંત સુધી જળવાઈ રહ્યુ. એક સમયે ન્યામગૌડાએ 50 હજારથી વધુ મતોથી આગળ નીકળી ગયા હતા પરંતુ શ્રીકાંતે કમબેક કર્યુ અને લીડ કરી. જો કે બાદમાં કોંગ્રેસે આ સીટ પર 39480 મતોથી જીત મેળવી.

રામાનગરથી સીએમ કુમારસ્વામીની પત્ની મોટા અંતરે જીત્યા

રામાનગરથી સીએમ કુમારસ્વામીની પત્ની મોટા અંતરે જીત્યા

જ્યારે રામાનગર વિધાનસભા સીટ પર કર્ણાટકથી સીએમ કુમારસ્વામીની પત્ની પોતાનું નસીબ આજમાવી રહ્યા હતા અને માનવામાં અહીં તે એક સરળ જીત મેળવી. અનિતા કુમારસ્વામી પહેલા રાઉન્ડની ગણતરી બાદથી પોતાના નજીકના પ્રતિદ્વંદી ભાજપનાન એલ ચંદ્રશેખરથી આગળ ચાલી રહી હતી અને તેમણે પોતાની લીડને વધુ મજબૂત કરીને લગભગ એકતરફી મુકાબલામાં ભાજપન ઉમેદવારને 109137 મતોથી મ્હાત આપી.

શિમોગાથી યેદુરપ્પાના પુત્ર આગળ

શિમોગાથી યેદુરપ્પાના પુત્ર આગળ

લોકસભા સીટોની વાત કરીએ તો શિમોગાથી ભાજપના યેદુરપ્પાના પુત્ર બી એસ રાઘવેન્દ્રને ટિકિટ આપવામાં આવી હતી જેમનો સામનો જેડીએસના મધુબંગરપ્પા સાથે હતો. બીજા ચરણમમાં એક વાર મધુબંગરપ્પાએ 1000 મતોથી વધુ આગળ નીકળી ગયા પરંતુ રાઘવેન્દ્રએ બીજા રાઉન્ડમાં કમબેક કરી જેથી તેમની લીડ વધુ મજબૂત બની ગઈ. ભાજપ ઉમેદવાર શિમોગા સીટ પર 47388 મતોથી આગળ છે.

કોંગ્રેસ-જેડીએસ બેલ્લારી અને મંડ્યામાં આગળ

કોંગ્રેસ-જેડીએસ બેલ્લારી અને મંડ્યામાં આગળ

મંડ્યા સીટ પર એકતરફી મુકાબલો જોવા મળ્યો અને જેડીએસના શિવરામગૌડાએ 3,24943 મતોથી જીત મેળવી જ્યારે બેલ્લારી લોકસભા સીટથી કોંગ્રેસના વીએસ ઉગ્રપ્પાએ 2,43,161 મતોથી જીત નોંધાવી છે. આ રીતે 3માંથી 2 લોકસભા સીટો પર જેડીએસ-કોંગ્રેસ ગઠબંધને જીત મેળવી તો ભાજપે શિમોગા ઉપરાંત કોઈ સીટ પર જીત મળી નથી.

આ પણ વાંચોઃ પત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપઆ પણ વાંચોઃ પત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપ

English summary
karnataka by polls results: congress-jds win 4 out of 5 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X