SITના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો, હિંદુત્વવાદી સંગઠન દેશભરમાં ચલાવી રહ્યા હતા આતંકી કેમ્પ
કર્ણાટક પોલિસની SIT તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. SITએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલેગાંવ ધમાકા સાથે જોડાયેલા હિંદુત્વવાદી સંગઠન અભિનવ ભારત દેશભરમાં અલગ અલગ સ્થળોએ આતંકી કેમ્પ ચલાવી રહ્યા હતા અને અહીં લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. SITએ દાવો કર્યો છે કે આ સંગઠન ખુફિયા રીતે લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યુ હતુ. જોવાની વાત એ છે કે SITએ આ દાવો પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં રજૂ કરેલ પોતાની ક્લોઝર રિપોર્ટમાં કર્યો છે.
ક્લોઝર રિપોર્ટમાં કર્ણાટક પોલિસની SITએ દાવો કર્યો છે કે અભિનવ ભારતના ચાર સભ્યો ગાયબ છે અને તે 2011-1016 બાદ દેશના અલગ અલગ ભાગોમાં સનાતન સંસ્થા સાથે સંબંધિત ઘણા લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2006થી 2008 વચ્ચે સમજોતા બ્લાસ્ટ, મક્કા મસ્જિદ ધમાકો, અજમેર દરગાહ ધમાકો અને માલેગાંવ બ્લાસ્ટથી આ લોકો સાથે તાર જોડાયા છે. તમને જણાવી દઈએ કે માલેગાંવ ધમાકાની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આ વખતે મધ્ય પ્રદેશના ભોપાલથી લોકસભા ચૂંટણી લડી રહી છે. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે મેદાનમાં છે.
ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટમાં કુલ 13 લોકો આરોપી છે જેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ પણ શામેલ છે. આમાં અભિનવ ભારતના પણ બે સભ્યોના નામ છે. રામજી કલસાંગરા અને સંદીપ ડાંગેનું પણ નામ આમાં શામેલ છે. કોર્ટે બંનેને આ બંનેને આ કેસમાં ગુનાહિત જાહેર કર્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાને આ કેસમાં નિર્દોષ ગણાવ્યા છે. તેમણે શહીદ હેમંત કરકરે પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને ઘણી તકલીફો આપી હતી. આટલુ જ નહિ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ હતુ કે તેમના શ્રાપથી જ હેમંત કરકરે આતંકી હુમલામાં માર્યાગયા હતા. જો કે વિવાદ વધ્યા બાદ તેમણે પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી.
આ પણ વાંચોઃ રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો