For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અને જેડીએસ બધા જ વિધાયકોને સુરક્ષા આપે ડીજીપી: સુપ્રીમકોર્ટ

સુપ્રીમકોર્ટ ઘ્વારા શુક્રવારે કર્ણાટકમાં બહુમત આંકડાને લઈને સુનાવણી કરવામાં આવી. જેમાં ભાજપને શનિવારે સાંજે 4 વાગ્યા સુધી સદનમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટ ઘ્વારા શુક્રવારે કર્ણાટકમાં બહુમત આંકડાને લઈને સુનાવણી કરવામાં આવી. જેમાં ભાજપને શનિવારે સાંજે 4 વાગ્યા સુધી સદનમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો. તેની સાથે સાથે સુપ્રીમકોર્ટ કર્ણાટક ડીજીપી માટે પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોંગ્રેસ અને જેડીએસ બધા જ વિધાયકોને સુરક્ષા આપે. આ મામલે કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા ભાજપા પર તેમના વિધાયકો તોડવાનો આરોપ લગાવ્યો છે.

karnataka election

આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફ થી અભિષેક મનુ સંઘવી અને જેડીએસ તરફ થી સુપ્રીમકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે તેમના ગઠબંધને રાજ્યપાલને પહેલા વિધાયકોની સહી સાથે સમર્થન પત્ર આપવામાં આવ્યું હતું. એટલા માટે તેમને પહેલા બહુમત સાબિત કરવાનો મોકો મળવો જોઈએ.

સુપ્રીમકોર્ટમાં કપિલ સિબ્બલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પહેલા બહુમત સાબિત કરવાનો મોકો આપવો જોઈએ અને તેઓ કોઈ પણ સમયે બહુમત સાબિત કરી શકે છે. જયારે ભાજપા વકીલ બહુમત સાબિત કરવા માટે 7 દિવસનો સમય માંગી રહ્યા હતા.

સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદુરપ્પાને કર્ણાટકમાં આવતી કાલે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરવા માટે કહ્યું જયારે સુપ્રીમકોર્ટ ઘ્વારા આવો આદેશ આપવામાં આવ્યો ત્યારે બીજેપી વકીલ તેનાથી ખુશ ના હતા. તેમને સુપ્રીમકોર્ટ પાસે વધારે સમયની માંગ કરી હતી. પરંતુ તેમની વાત માનવામાં આવી નહીં અને સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપી કાલે સાંજે 4 વાગ્યે બહુમત પરીક્ષણ સાબિત કરે.

English summary
SC orders DGP to give protection to all the MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X