For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 મેના રોજ યોજાશે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચ: રાજકીય દ્રષ્ટિકોણથી કંઇક અલગ જ કરીને અવાર-નવાર ચર્ચામાં રહેનાર પ્રદેશ કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ચુંટણી પંચ આજે બુધવારે ચુંટણીની તારીખોની ઔપચારિક જાહેરાત કરી છે કે 5 મે ના રોજ કર્ણાટક વિધાનસભાની ચુંટણીઓ યોજાશે.

કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી 5 મેના રોજ ચુંટણી યોજાશે અને 8 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. કર્ણાટકમાં 10 એપ્રિલના ચુંટણીનું જાહેરનામું બહાર પાડવામં આવશે.

મુખ્ય ચુંટણી પંચ અધિકારી વી એસ સંપત્તે આ અંગે જાહેરાત કરી હતી. એક જ તબક્કામાં રાજ્યમાં 224 સીટો પર મતદાન કરવામાં આવશે. કર્ણાટકની 224 સીટોવાળી વિધાનસભાનો કાર્યકાળ ત્રણ જૂનના રોજ પુરો થાય છે. રાજ્યમાં 419 લાખ મતદારો છે તથા 50,446 મતદાન કેન્દ્ર છે. રાજ્યમાં લગભગ 99 ટકા મતદારો પાસે મતદાન કાર્ડ છે.

ચુંટણી કાર્યક્રમ

10 એપ્રિલના રોજ જાહેરાનામું બહાર પાડવામાં આવશે
17 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ
18 એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે
20 એપ્રિલના રોજ ફોર્મ પાછું ખેચવાની અંતિમ તારીખ
5 મેના રોજ મતદાન
8 મેના રોજ મતગતરીની સાથે જ પરિણામ જાહેર કરવામાં આવશે

bangalore-vidhan-sadha

ચુંટણી પંચે તારીખ જાહેર કરતાંની સાથે મતદારોને અપીલ કરી છે કે તે પોતાના નામ ચકાસણી કરી લે કે તેમનું નામ યાદીમાં છે કે નથી તથા જેમને મતદાન કાર્ડ મળ્યા નથી તે અરજી દાખલ કરી લે. મતદાર યાદી તૈયારી કરવાનું કામ અંતિમ ચરણમાં છે.

ચુંટણીની તારીખોની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહીત બધા પક્ષોએ કમર કસી લીધી છે. જો કે આ વખતે ભાજપના માટે જોરદાર પડકાર છે કારણ કે હાલમાં જગદીશ શેટ્ટાર સરકારની સ્થિતી નબળી છે અને તેમના માટે નવી સરકાર બનાવવી આસાન નથી.

ચુંટણી પંચે જાહેર કરી દિધું છે આગામી 5 મે ના રોજ એક તબક્કામાં ચુંટણી યોજાશે અને 8 મે ના રોજ પરિણામો જાહેર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુંટણી પહેલાં જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં યેદુયુરપ્પાએ ભાજપનો સાથ છોડી દિધો છે અને નવી પાર્ટીની રચના કરી છે. જ્યારે સ્થાનિક ચુંટણીમાં ભાજપે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે આવા સમયે એ જોવાનું રહ્યું કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ બનશે.

English summary
The southern state of Karnataka will go to polls in a single phase on May 5, the Election Commission announced on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X