For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પાએ શપથગ્રહણ કર્યા, રાહુલ ગાંધીઃ “આજે ભારત લોકતંત્રની હારનો શોક મનાવશે”

કર્ણાટકના 25 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ ગ્રહણ કરી લીધા. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના 25 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ ગ્રહણ કરી લીધા. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા, યેદિયુરપ્પાએ ત્રીજી વાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી. તમને જણાવી દઈએ કે કર્ણાટકના રાજ્યપાલે બુધવારની સાંજે બી એસ યેદિયુરપ્પાને નવી સરકાર ગઠિત કરવા અને ગુરુવારે મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરવા માટે આમંત્રિત કર્યા હતા, યેદિયુરપ્પાને હવે 15 દિવસની અંદર પોતાનો બહુમત સાબિત કરવો પડશે.

યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર મચ્યુ ઘમાસાણ

યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર મચ્યુ ઘમાસાણ

આ પહેલા યેદિયુરપ્પાના શપથ ગ્રહણ માટે ઘણુ ઘમાસાણ મચ્યુ, કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદની શપથ અપાવવાના રાજ્યપાલના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ અને જેડીએસની યાચિકા પર સુપ્રિમ કોર્ટે બુધવારે અડધી રાત્રે સુનાવણી કરી.

સુપ્રિમ કોર્ટે યુદિયુપ્પાના શપથગ્રહ પર રોક લગાવવાની કરી મનાઈ

સુપ્રિમ કોર્ટે યુદિયુપ્પાના શપથગ્રહ પર રોક લગાવવાની કરી મનાઈ

લગભગ 3.30 વાગ્યા સુધી ચાલેલી આ ઐતિહાસિક સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે યેદિયુરપ્પાના શપથગ્રહણ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો. આ મામલાની સુનાવણી હવે શુક્રવારે સવારે 10.30 વાગે થશે, જેમાં કોર્ટે બંને પક્ષોના ધારાસભ્યોની યાદી પણ લાવવાનું કહ્યુ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો ભાજપ પર કટાક્ષ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો ભાજપ પર કટાક્ષ

એક તરફ ભાજપ ઉજવણીમાં મસ્ત છે ત્યાં બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યુ કે બહુમત ન હોવા છતાં ભાજપની સરકાર બનવી સંવિધાનની મજાક ઉડાવવા સમાન છે. આજે સવારે જ્યારે ભાજપ પોતાની ખોખલી જીતની ઉજવણી કરી રહી હશે ત્યારે ભારત લોકતંત્રની હારનો શોક મનાવશે.

ભાજપમાં ખુશીની લહેર

ભાજપમાં ખુશીની લહેર

શપથગ્રહણનું આમંત્રણ મળ્યા બાદ યેદિયુરપ્પાના ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાના શપથગ્રહણ પહેલા જ રાજભવનની બહાર તેમના સમર્થકો ભેગા થવાનું શરૂ થઈ ગયુ હતું, પારંપરિક વેશભૂષામાં ઢોલનગારા સાથે પહોંચેલા ઘણા કલાકારોએ ત્યાં ડાંસ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

English summary
karnataka yeddyurappa takes oath as cm india will mourn the defeat emocracy rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X