For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીએમકે ચીફ કરુણાનિધિની સ્થિતિમાં સુધારો, મોડી રાતે કરાયા હતા ભરતી

ડીએમકે પ્રમુખ કરુણાનિધિની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મોડી રાતે તબિયત બગડ્યા બાદ તેમને કોવેરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ડીએમકે પ્રમુખ કરુણાનિધિની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મોડી રાતે તબિયત બગડ્યા બાદ તેમને કોવેરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કરુણાનિધિની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ તેમના પુત્ર અને વર્કિંગ પ્રેસિડેન્ટ એમ કે સ્ટાલિન, પુત્રી એમ કનિમોઝી અને તેમના ફેમિલી ડૉક્ટર તેમના નિવાસસ્થાને ગોપાલપુરમ પહોંચી ગયા. ડૉક્ટરની સલાહ પર તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

તબિયતમાં સુધારો

તબિયતમાં સુધારો

તેમના તાત્કાલિક આઈસીયુ યુનિટમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવવા લાગ્યો છે. હોસ્પિટલે તેમની હેલ્થ વિશે જાણકારી આપતા કહ્યુ છે કે ઈલાજ બાદ તેમનુ બ્લડ પ્રેશર નોર્મલ થઈ રહ્યુ છે.

લાંબા સમયથી બિમાર

લાંબા સમયથી બિમાર

કરુણાનિધિ લાંબા સમયથી બિમાર છે. મોડી રાતે તેમની તબિયત બગડ્યા બાદ એડીએમકે પ્રમુખ વાઈકો, તમિલનાડુ ભાજપ પ્રમુખ તમિલિસાઈ સુંદરરાજન અને તમિઝાગા વાઝવુરિમાઈ કાત્ચી નેતા વેલમુરુગન કરુણાનિધિને મળવા તેમના નિવાસસ્થાને ગયા.

સમર્થકોની ભીડ

સમર્થકોની ભારે ભીડ હોસ્પિટલ બહાર લાગી ગઈ છે.

English summary
Karunanidhi in ICU, blood pressure stabilised after treatment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X