For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં તમિળોનું નામ ભૂંસી નાખવા માગે છે રાજપક્ષેઃ કરુણાનિધિ

|
Google Oneindia Gujarati News

karunanidhi
નવીદિલ્હી, 8 ફેબ્રુઆરીઃ ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિએ શુક્રવારે આરોપ લગાવ્યો છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પોતાના દેશમાંથી તમિળોને, તેમની સંસ્કૃતિ, પરંપરાને તથા તમિળ ભાષાને ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેની શુક્રવારથી શરૂ થઇ રહેલી બે દિવસીય ભારત યાત્રાના વિરોધમાં રેલીનું નેતૃત્વ કરી રહેલા કરુણાનિધિએ કહ્યું, 'રાજપક્ષે શ્રીલંકામાંથી માત્ર તમિળોને જ નહીં, પરંતુ તમિળોની ભાષાને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.' તેમણે કહ્યું કે, શ્રીલંકાની સરકાર તમિળ નામવાળા ગામોને સિંઘળી નામ આપી રહી છે. તેમણે કહ્યું કે, આ પ્રદર્શન રાજપક્ષેને પાઠ ભણાવવા માટે કરવામાં આવી રહ્યું છે. રેલીમાં ડીએમકે સહિત અન્ય તમિળ સંગઠનોના સભ્યો અને નેતાઓના કાળા કપડાં પહેરીને હાજરી આપી અને પોતાનો વિરોધ દર્શાવ્યો.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે શુક્રવાર બોધગયા પહોંચ્યા તો તેમની ભારત યાત્રાના વિરોધમાં એમડીએમકેના શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદર્શન કર્યું. એમડીએમકેના મહાસચિવ વાઇકોએ નેતૃત્વમાં પાર્ટીને સંસદ માર્ગ પર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓના હાથમાં તખ્તીઓ હતી, જેના પર રાજપક્ષે વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા સહિતના માંગો લખેલી હતી. પ્રદર્શનકારીઓ રાજપક્ષે વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા.

બીજી તરફ રાજપક્ષે બિહાર પહોંચ્યા, જ્યાં તે બોધગયા સ્થિત મહાબોધિ મંદિરમાં પ્રાર્થના માટે ગયા. તે આંધ્ર પ્રદેશમાં તિરુપતિમાં પણ જશે અને શનિવારે કોલંબો જતા રહેશે. તેમણે પોતાની યાત્રાને વ્યક્તિગત જણાવી છે. તેમણે નવી દિલ્હી પહોંચ્યાનો કોઇ કાર્યક્રમ નથી.

English summary
Activists of MDMK and CPIM protested in New Delhi against the India Visit of Sri Lankan President Mahinda Rajapaksa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X