For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સરકાર સંકટમાં, ડીએમકેએ સમર્થન પાછુ ખેંચ્યું

|
Google Oneindia Gujarati News

m karunanidhi
નવી દિલ્હી, 19 માર્ચ: આખરે યુપીએના દિગ્ગજો એમ કરૂણાનિધિને મનાવી લેવામાં અસફળ રહ્યા અને ડીએમકેએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. યુપીએ સાંસદોની સાથે મળેલી બેઠક બાદ એમ કરૂણાનિધિએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 18 સાંસદ પણ સરકારમાંથી રાજીનામુ આપશે.

DMKએ UPAમાંથી સમર્થન પાછું ખેંચતા લોકસભા ચૂંટણી વહેલી યોજાશે? આપનું મંતવ્ય જણાવો...

અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકાર પરિષદમાં આકરા બનેલા એમ કરૂણાનિધિએ પહેલા તો યુપીએ સરકારને આપેલા ટેકાને પરત લેવાની જાહેરાત કરી દીધી પરંતુ બાદમાં તેમણે યુપીએ સરકારને રાહત આપવા માટે જણાવ્યું કે જો સરકાર સંસદમાં શ્રીલંકન તમિલોની સુરક્ષા માટે પ્રસ્તાવ પસાર કરશે તો અમે આ અંગે બે દિવસ બાદ 21 માર્ચના રોજ ફેરવિચાર કરીશું.

ડીએમકે યુપીએ સરકાર પર દબાણ કરી રહી હતી કે તે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની બેઠકમાં ભારતે શ્રીલંકાની સામે કડક વલણ અપનાવવું જોઇએ. પહેલા કરૂણાનિધિએ મનમોહનસિંહને એક પત્ર લખ્યો અને જણાવ્યું કે આ મુદ્દા પર અમેરિકા દ્વારા પહેલા લાવવામાં આવેલા પ્રસ્તાવને મજબૂતી પ્રદાન કરવા માટે ભારતે પણ પોતાનું સ્વતંત્ર પ્રસ્વાવ લાવવો જોઇએ.

ડીએમકે પ્રમુખ તમિલોની વ્યથા અને યોગ્ય ભાવનાઓની સંતુષ્ટિ માટે ખૂબ જરૂરી છે ભારત યુએનએચઆરસીના 22મા સત્રમાં અમેરિકી પ્રસ્તાવના સમર્થનમાં મજબૂતી સાથે ઉભું રહે. આનાથી વધારે જરૂરી એ છે કે ભારત આ પ્રસ્તાવને વધુ કડક બનાવવા માટે તેમાં જરૂરી ફેરફારને સ્વતંત્ર રૂપથી પ્રસ્તૃત કરે. પરંતુ સરકાર રાજી થઇ ન હતી. સોમવારે ડીએમકેએ આ મુદ્દે સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી હતી અને આજે મંગળવારે લાંબી બેઠક બાદ સમર્થન પાછું ખેંચી લીધું.

ચિદમ્બરમે શું કહ્યું?

ડિએમકે અધ્યક્ષ કરુણાનિધિએ યુપીએ સરકારને આપેલું પોતાનું સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત બાદ પી. ચિદમ્બરમે પત્રકારોને જણાવ્યું કે તેમની સરકાર એકદમ સુરક્ષિત છે. ડિએમકેના સમર્થન પરત લેવાથી કોઇ ફરક નહીં પડે. જોકે અમે સંસદમાં શ્રીલંકન તમિલોની સુરક્ષા માટે સંસદમાં પ્રસ્તાવ પસારીત કરવાની વિચારણા કરીશું.

English summary
In a major setback for Manmohan Singh-led UPA government, DMK put an end to its alliance with UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X