
કાસગંજ અલ્તાફ કેસઃ માયાવતીએ યોગી સરકારને ઘેરી, ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ
કાસગંજઃ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં ધરપકડ દરમિયાન થયેલ યુવકની થયેલી મોતને લઈને પોલિસ એક વાર ફરીથી સવાલોના ઘેરામાં છે. વળી, આ કેસમાં હવે રાજકારણ પણ ગરમાયુ છે. રાજકીય પક્ષોના નેતા આ કેસમાં યુપી સરકારે ઘેરવામાં લાગી ગયા છે. બસપા સુપ્રીમો માયાવતીએ આ કેસમાં સરકારને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવીને દોષિતોને સજા આપવા અને પીડિત પરિવારની મદદ કરવાની માંગ કરી છે. આ પહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કેસની ન્યાયિક તપાસની માંગ કરી હતી.
યુપી સરકાર વારંવાર કસ્ટડીમાં થતા મોત રોકવામાં નિષ્ફળઃ માયાવતી
માયાવતીએ ગુરુવારે એક ટ્વિટમાં કહ્યુ કે, 'કાસગંજમાં પોલિસ કસ્ટડીમાં વધુ એક યુવકનુ મોત અતિ દુઃખદ તેમજ શરમજનક છે. સરકાર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવીને દોષિતોને કડક સજા આપે તથા પીડિત પરિવારની મદદ પણ કરે. યુપી સરકાર વારંવાર કસ્ટડીમાં થતા મોતને રોકવા તેમજ પોલિસને જનતાની રક્ષક બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે ખૂબ ચિંતાની વાત છે.' આ પહેલા બુધવારે અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ, 'કાસગંજમાં પૂછપરથ માટે લાવવામાં આવેલા યુવકની પોલિસ સ્ટેશનમાં મોતનો કેસ ખૂબ જ શંકાસ્પદ છે. બેદરકારીના નામે અમુક પોલિસવાળાનુ સસ્પેન્શન માત્ર દેખાવ માટેની કાર્યવાહી છે. આ કેસમાં ન્યાય તેમજ ભાજપના રાજમાં પોલિસમાં વિશ્વાસની પુર્સ્થાપના માટે ન્યાયિક તપાસ થવી જોઈએ.'
અલ્તાફ પુત્ર ચાહત મિયાં ઉર્ફે ચાંદ મિયાં નગલા સૈય્યદ અહરોલીનો નિવાસી હતો. તે ઘરોમાં પેઈન્ટિંગ કરવાનુ કામ કરતો હતો. તે ટાઈલ્સની દુકાનમાં રહીને મજૂરી કરીને પોતાના પરિવારનુ ભરણપોષણ કરતો હતો. થોડા દિવસો અગાઉ એક કિશોરીના પિતાની ફરિયાદ પર પોલિસે અલ્તાફને ઉઠાવી લીધો. આ દરમિયાન અલ્તાફનુ શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ. પોલિસનો દાવો છે કે અલ્તાફે બાથરુમમાં જઈને ફાંસી લગાવી લીધી જેના કારણે તેનુ મોત થઈ ગયુ. વળી, પરિવારજનોએ પોલિસ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં એસપીએ બેદરકારીના કારણે 5 પોલિસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ કેસે હવે તૂલ પકડ્યુ છે.