India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોઈડાના GIP મોલમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ અધવચ્ચે જ રોકાતા હંગામો!

By Desk
|
Google Oneindia Gujarati News

નોઈડા, 16 માર્ચ : ગ્રેટ ઈન્ડિયા પેલેસ મોલમાં ચાલી રહેલ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'નો શો અચાનક અધવચ્ચે બંધ થઈ ગયો હતો. શો અધવચ્ચે જ બંધ થતાં પ્રેક્ષકોનો ગુસ્સો ભડકી ગયો અને તેઓએ હંગામો શરૂ કર્યો. દર્શકોએ ફિલ્મને જાણી જોઈને અધવચ્ચે રોકવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમને ખબર પડી કે મેનેજર મુસ્લિમ સમુદાયમાંથી છે. આનાથી હંગામો વધુ વધ્યો. આ દરમિયાન પ્રેક્ષકોએ ભારત માતા કી જયના ​​નારા પણ લગાવ્યા હતા. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

દર્શકો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે GIP મોલમાં પહોંચ્યા હતા. શોની વચ્ચે ફિલ્મનું ઑપરેશન અચાનક બંધ થઈ ગયું, ત્યારબાદ દર્શકોએ હંગામો મચાવવાનું શરૂ કર્યું. દરમિયાન હિંદુ સંગઠનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ હિન્દુ સંગઠનોના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મેનેજર એજાઝ ખાન પર ફિલ્મને જાણીજોઈને બંધ કરવાનો આરોપ લગાવ્યો અને હંગામો મચાવવાનું શરૂ કર્યું. હંગામાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવીને શાંત કર્યા હતા.

સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ફિલ્મ ફરીથી શરૂ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, એસીમાં ખામીને કારણે ફિલ્મનું ઓપરેશન અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું. જો કે, પોલીસની સમજણથી મામલો થાળે પડતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. નોઈડાના એડિશનલ ડીસીપી રણવિજય સિંહે જણાવ્યું હતું કે AC ખરાબ થયા બાદ રિપેર કરવામાં જેટલો સમય લાગ્યો તેટલો સમય સુધી ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી. લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં, ફિલ્મ અધવચ્ચે જ બંધ થવાને કારણે લોકો નિરાશ થયા હતા. ઘટનાસ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર હતા.

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થઈ હતી અને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર લીડ રોલમાં છે. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલિઝ થયા બાદ સતત વિવાદો ચાલી રહ્યા છે અને રાજનીતિ થઈ રહી છે.

English summary
Kashmir Files movie stops in Noida's GIP Mall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X