• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ થકી યુવતીઓને કરતો હતો શુદ્ધ, કાશ્મિરી મૌલવી પકડાયો

|

શ્રીનગર, 24 મેઃ જમ્મૂ- કાશ્મિરના બડગામ જિલ્લાના ખાનસાહિબ સ્થિત ધાર્મિક કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્રમાં ધર્મ સાથે જોડાયેલી શિક્ષા આપવામાં આવે છે, તે પણ માત્ર યુવતીઓને. 500 યુવતીઓથી ભરેલા આ સંસ્થાનમાં ધર્મની આડમાં હવસનો ખેલ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. અહી સ્વયંભૂ બાબા સૈયદ ગુલજારનુ જે યુવતી પર દિલ આવતુ હતુ, તેને તે ઉચ્ચ ધાર્મિક શિક્ષા આપવાની વાત કરતા અને કહેતા, ઉચ્ચ કોટીની શિક્ષા પ્રાપ્ત કરવા માટે તારે શુદ્ધ થવું પડશે.

જે બાબાના પ્રવચન દરરોજ લાખો લોકો ટીવી ચેનલ પર સાંભળવા મળતા હોય, જેમની જાહેરખબરો સમાચારપત્રોમાં જોવા મળતી હોય અને અવાર-નવાર શિબિરોનું આયોજન થતા હોય તેમની વાતોમાં ફસાવું કેટલુ આસાન હશે, તેનો અંદાજો તમે લગાવી શકો છો. શુદ્ધિકરણના નામ પર એ બાબા યુવતીઓને રૂમમાં એકલો બોલાવતો હતો અને તેની સાથે યૌન શોષણ કરતો હતો. આ બધુ થતું હતુ હુજરા એ પાક એટલે કે પર્સનલ ચેમ્બરમાં.

ખાસ વાત એ છે કે આ વાતની જાણ તેની સંસ્થાનમાં માત્ર તેને અને તેની એખ આસિસ્ટેન્ટ શકીલા બાનોને હતી. જ્યારે પણ કોઇ યુવતી ભણવા માટે જતી, તો શકીલા એ યુવતીને કાઉન્સલિંગ કરતી અને કહેતી કે જો તમારે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવુ હોય તો, પીર સાહબની સેવા કરવી પડશે, અહીં પીર સાહબ એ સૈયદ ગુલજાર છે.

આ બાબાના રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેના એક શિષ્ય ઇમ્તિયાજ અહમદ સોફીએ તેને એક શિષ્યા સાથે યૌન સંબંધ સ્થાપિત કરતા જોઇ લીધો. તેણે તુરત પોલીસને સુચન કર્યું. પોલસે સંસ્થાન પર રેડ મારી અને સૈયદની ધરપકડ કરી લીધી. બડગામના એસપી ઉત્તમચંદે જણાવ્યા પ્રમાણે ગુલજારના બે સાથીઓની હજુ શોધખોળ ચાલી રહી છે. સાથે જ પીડિત યુવતીઓના નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે અને કેટલાકો રેકોર્ડ હજુ કરવાના છે.


જોણો- શું શું કરતો હતો બાબા

આવી રીતે થતી હતી પીર સાહબની સેવા

આવી રીતે થતી હતી પીર સાહબની સેવા

એક પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેને આ સંસ્થાનમાં એડમીશન મળ્યું તો લોલીપોરામાં રહેનારી શકીલા તેને સમજાવવા લાગી કે ધર્મની શિક્ષાને જો પૂર્ણ રીતે હાંસલ કરવી છે તો પીર સાહબની દિલથી સેવા કરવી પડશે. આ સેવા દરમિયાન તેને કેટલીક તકલીફો થશે તેને સહન કરવી પડશે. જો તુ પીર સાહબને ખુશ કરી લઇશ તો તારું જીવન સફળ થશે.

યૌન શોષણથી ધોતો હતો પાપ

યૌન શોષણથી ધોતો હતો પાપ

આ બાબાની હવસનો અંદાજો તમે લગાવી શકો છો કે તે ભોળી યુવતીઓ અને મહિલાઓને ધાર્મિક શિક્ષાની આડમાં રૂમની અંદર બોલાવીને તેમનું યૌન શોષણ કરતો હતો. ખાસ વાત એ છે કે પીર સાહબના શગિર્દોએ છાત્રાઓની વચ્ચે એવો વિશ્વાસ પેદા કરી દીધો હતો કે પીર સાહબને ખુશ કરવાથી બધા પાપ ધોવાઇ જશે. જ્યારે કોઇ યુવતી તેના રૂમમાં જતી તો તે તેના કર્મોના હિસાબ આપતા અને કહેતા કે તે કોઇ પાપ કર્યું છે અને તારે એ પાપોથી છૂટકારો મેળવવો હોય તો તારે મારી નજીક આવવું પડશે.

પીડિત યુવતીની જુબાની

પીડિત યુવતીની જુબાની

પોલીસ પૂછપરછ દરમિયાન એક પીડિતાએ જણાવ્યું કે, ગુલજાર આમિર એ આલામા કામ કરનાર નૂર મોહમ્મદ મને અહી લઇને આવ્યો હતો. તેને મને હુજરા એ પાકમાં જવા કહ્યું. હું ગઇ તો મોલવી ગુલજારે મને દરવાજો બંધ કરવાનો આદેશ આપ્યો. તેમણે મારી આંખોમાં જોયુ અને કહ્યું ધર્મના સંચરણ માટે લગ્નની જરૂર નથી. જેટલો હું તારા શરીરને અડીશ, તારુ શરીર અને મન એટલુ જ શુદ્ધ થતુ જશે. હું નૂર છુ તુ આગ, નૂર આગને મળશે તો સંપૂર્ણ નૂર બની જશે. પછી તેમણે મારી આંખોમાં ઘૂર્યુ તો હું જાણે કે હોંશ ખોઇ બેઠી. હું માત્ર તેમને જોઇ રહી હતી, મારુ શરીર જાણે કે સુન્ન પડી ગયુ હતુ, જ્યારે તે મને પલંગ પર લઇ ગયા.

કિશોરીઓ પણ થઇ તેનો શિકાર

કિશોરીઓ પણ થઇ તેનો શિકાર

કાશ્મિરની ઘાટીમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો શિકાર માત્ર દુખિયારી મહિલાઓ જ નહીં પરંતુ ભોળી કિશોરીઓ પણ થઇ. પોલીસે જણાવ્યા પ્રમાણે મોલવી ગુલજારે ઘણી સગીરાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કામમાં ત્રણ ચાર મહિલાઓ પણ તેનો સાથ આપતી હતી, જેના બદલામાં ગુલજાર તેને સારી રકમ ચુકવતો હતો. ગુલજારની સંસ્થાનને લાખો રૂપિયાનું ડોનેશન પણ આવતું હતું.

બે દલાલ પણ સામેલ

બે દલાલ પણ સામેલ

બડગામના એસપી ઉત્તમચંદે જણાવ્યું કે ગુલજારના બે સાથી અબ્દુલ ગની ગનાઇ અને બશીર અહમદ મીર પણ તેમા સામેલ હતા, જે ફરાર છે. ખાનસાહિબના ડીએસપીએ જણાવ્યું કે યુવતીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જેમા બળાત્કારની પૃષ્ટિ કરવામાં આવી છે.

English summary
A self styled Sufi dervish Gulzar Ahmed Bhat was arrested for raping and sexually abusing several young girls at his religious centre, Khansahib in Budgam district of Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X