For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરી પ્રદર્શનકારીઓએ લશ્કરી શાળા પર હુમલો કર્યો

|
Google Oneindia Gujarati News

kashmir-bandh
શ્રીનગર, 1 જુલાઇ : રવિવારે 30 જૂનના રોજ કાશ્મીરના બાંદીપોર જિલ્લાના એક ગામમાં લશ્કરના જવાનોએ કરેલા ગોળીબારમાં બે યુવાનના મૃત્યુને લીધે રોષે ભરાયેલા લોકોએ આજે આ જિલ્લામાં દેખાવો કર્યા હતા. વિફરેલા લોકોએ હાજીન વિસ્તારમાં આવેલી એક આર્મી સ્કૂલને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના અંગે પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ તોફાનીઓનું એક જૂથ હાજીન ખાતેની આર્મી સ્કૂલના મકાન પર ધસી આવ્યું હતું અને તેને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયરમેનોએ સમયસર ત્યાં પહોંચી જઈને આગને બુઝાવી દીધી હતી.

તોફાનીઓ ભાગી જતાં સ્કૂલના મકાનને કોઈ મોટું નુકસાન થયું નથી. માત્ર બે ક્લાસના ફર્નિચરને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે માર્ખુંડલ ગામમાં લશ્કરે કરેલા ગોળીબારમાં બે યુવાન માર્યા ગયા હતા. પોલીસે લશ્કરના ન ઓળખાયેલા જવાનો સામે ફરિયાદ નોંધી છે અને લશ્કરે પણ આ બનાવમાં તપાસ શરૂ કરી છે.

દરમિયાન, બે યુવાનનાં મરણના વિરોધમાં હુર્રિયત તથા જેકેએલએફ સંગઠને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બંધનું એલાન કર્યું છે. તેને લીધે શ્રીનગર સહિત અનેક શહેરો, ગામોમાં જનજીવન સ્થગિત થઈ ગયું છે.

English summary
Kashmiri demonstrators attacked on military school
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X