For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rafale ડીલમાં મહત્વનો રોલ નિભાવનાર આ IAF અધિકારીનુ કાશ્મીર કનેક્શન

Rafale ડીલમાં મહત્વનો રોલ નિભાવનાર આ IAF અધિકારીનુ કાશ્મીર કનેક્શન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લડાકૂ વિમાન રાફેલનું પહેલું કન્સાઇનમેન્ટ 29 જુલાઇએ ભારત પહોંચનાર છે. ફ્રાંસથી રવાના થયલે પાંચ રાફેલ વિમાન બુધવારે અંબાલા એરબેસ પર પહોંચશે. રાફેલને ભારત સુધી પહોંચાડવામાં સૌથી મહત્વની ભૂમિકા એક કાશ્મીરી ઑફિસર એર કોમોડોર હિલાલ અહમદ રાથરની રહી. તેમણે રાફેલને ભારતીય વાયુસેનાની જરૂરતોના હિસાબે તૈયાર કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. આજે રાફેલના કોકપિટમાં એર કોમોડોર હિલાલ અહમદ રાથરની ફોટો સામે આવ્યા બાદ ટ્વિટર પર અનંતનાગ ટૉપ ટ્રેન્ડિંગમાં છે.

હિલાલ અહમદ કાશ્મીરના અનંતનાગ જિલ્લાથી સંબંધ ધરાવે છે

હિલાલ અહમદ કાશ્મીરના અનંતનાગ જિલ્લાથી સંબંધ ધરાવે છે

એર કોમોડોર હિલાલ અહમદ રાથર ફ્રાંસમાં ભારતીય વાયુસેનાના એર અટેચના રૂપમાં તહેનાત છે. હિલાલ અહમદ કાશ્મીરના અનંતનાગ જિલ્લાથી સંબંધ ધરાવે છે અને અહીંના બખ્શિયાબાદ વિસ્તારથી છે. તેમણે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જે બાદ 1988માં વાયુસેના જોઇન કરી લીધી. શરૂઆત એક ફ્લાઇટ લેફ્ટિનેન્ટથી થઇ અને હવે તેઓ એક એર કોમોડોર છે. હિલાલને એનડીએમાં સ્વોર્ડ ઑફ ઑનર ખિતાબ પણ મળ્યો છે.

હિલાલ અહમદ રાથરે ભારતની દરેક જરૂરતનો ખ્યાલ રાખ્યો

હિલાલ અહમદ રાથરે ભારતની દરેક જરૂરતનો ખ્યાલ રાખ્યો

જે દિવસે ફ્રાંસથી પાંચ રાફેલ પ્લેન ભારત માટે ઉડાણ ભરનાર હતાં, તો એ દિવસે ફ્રાંસમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફ સાથે વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા, જેઓ વાયરલ થઇ રહેલ તસવીરમાં સાથે જોવા મળી રહ્યા હતા. રાફેલની યોગ્ય સમયે ડિલીવરી સહિત ભારતની જરૂરતોનું ધ્યાન રાખવાની જવાબદારી એર કોમોડોર હિલાલ અહમદના હાથમાં હતી, જેમણે આ જવાબદારીને બખુબી નિભાવી. આ વાત પર કાશ્મીરીઓ ટ્વિટર પર પોતાના જોશ દર્શાવી રહ્યા છે.

હિલાલ અહમદ પાસે 3000 કલાક સુધી એરક્રાફ્ટ ઉડાવવાનો અહમદ

હિલાલ અહમદ પાસે 3000 કલાક સુધી એરક્રાફ્ટ ઉડાવવાનો અહમદ

હિલાલ અહમદ પાસે 3000 કલાક સુધી મિગ-21, મિરાજ-2000 અને કિરન એરક્રાફ્ટ ઉડાવવાનો અનુભવ છે. એર કોમોડોર હિલાલ અહમદ રાઠેરને 2010માં વાયુ સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા જ્યારે તેઓ વિંગ કમાંડર હતા. 2016માં તેમને વિશિષ્ટ સેના મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તે સમયે તેઓ ગ્રુપ કેપ્ટન હતા.

ટ્વિટર પર અનંતનાગ ટ્રેન્ડ થયું

@Beingsajiddarrના ટ્વિટર હેન્ડલે ઓક્ટોબર 2019નો એક વીડિયો શેર કર્યો જેમાં એર કોમોડોર હિલાલ અહમદ રાઠેર રાફેલની શસ્ત્ર પૂજાની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, 'પ્રિય પાકિસ્તાન, કૃપિયા આ વીડિયોને જુઓ. એક કાશ્મીરી એર કોમોડોર હિલાલ અહમદ રાઠેર રાજનાથ સિંહની હાજરીમાં આયોજિત સમારોહમાં એખ સિખ ગ્રુપ કેપ્ટન આનંદ સાથે શસ્ત્ર-પૂજાની તૈયારી કરી રહ્યા છે. હવે ખાલિસ્તાન અને કાશ્મીર પર રડતા રહો.'

આજે અંબાલામાં રાફેલ વિમાનોને રિસીવ કરશે વાયુસેના પ્રમુખ, જોધપુરમાં થશે લેન્ડીંગઆજે અંબાલામાં રાફેલ વિમાનોને રિસીવ કરશે વાયુસેના પ્રમુખ, જોધપુરમાં થશે લેન્ડીંગ

English summary
kashmiri IAF officer Hilal ahmed played huge role in rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X