For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડ અભિનેત્રીએ કહ્યું - "ધર્મને આધારે બળાત્કાર થવા લાગ્યા છે"

જમ્મુના કઠુઆ માં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલા પછી દેશભરમાં માહોલ ખુબ જ ગરમ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુના કઠુઆ માં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલા પછી દેશભરમાં માહોલ ખુબ જ ગરમ છે. દેશના ઘણા અભિનેતાઓ ઘ્વારા તેની આલોચના કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરા, સંજય દત્ત, સોનમ કપૂર, અક્ષય કુમાર પછી હવે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ ઘ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તાપસી પન્નુ ઘ્વારા કઠુઆ ગેંગરેપ બાબતે તીખા હુમલા કરવામાં આવ્યા છે.

કઠુઆ ગેંગરેપ પર બોલી તાપસી

કઠુઆ ગેંગરેપ પર બોલી તાપસી

તાપસી પન્નુ ઘ્વારા પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા ટવિટ કરવામાં આવી હતી કે "શુ હવે દેશમાં બળાત્કાર ધર્મને આધારે કરવામાં આવી રહ્યો છે, હાલમાં જે હાલત છે તેને જોઈને તો એવું જ લાગે છે. શુ આપણે એકબીજા પર નિર્લજ થઈને આંગળી ઉઠાવવાનું બંધ નહીં કરી શકીયે? આપણે બધાએ આ હેવાનિયત ભરેલા અપરાધનો મજાક બનાવી દીધો છે.

આઠ વર્ષનો બાળકીનો ગેંગરેપ

આપને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં કેટલાક પોલીસવાળાઓ ઘ્વારા આઠ વર્ષની બાળકીનો ગેંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. તે બાળકીનો શવ જમ્મુના કઠુઆ રસાના જંગલોમાં મળી આવ્યો. જણાવવામાં આવે છે કે આઠ વર્ષની બાળકી અહીં તહીં રખડતા મુસલમાન સમુદાય થી હતી.

મુસલમાન સમુદાય થી હતી બાળકી

મુસલમાન સમુદાય થી હતી બાળકી

આરોપ છે કે આઠ વર્ષની બાળકી સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આખું ષડયંત્ર એટલા માટે રચવામાં આવ્યું કે જેથી મુસ્લિમ સમુદાયના લોકો બકરાવલ ગામથી બહાર ચાલ્યા જાય. આ આખા મામલે આરોપ લાગી રહ્યો છે કે મામલાની જાંચ કરી રહેલા વિશેષ પોલીસ અધિકારી ખજુરિયા બાળકીની હત્યા કરવાથી એટલા માટે રોક્યા કારણકે તેઓ પણ પહેલા તેનો રેપ કરવા માંગતો હતો. બળાત્કાર કર્યા પછી લાશ ગમે તેમ ફેંકી દેવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરાએ પણ ગુસ્સો પ્રગટ કર્યો

પ્રિયંકા ચોપરાએ પણ ગુસ્સો પ્રગટ કર્યો

તાપસી પન્નુ સિવાય બીજા ઘણા બોલિવૂડ કલાકારો ખુલીને પોતાની ગુસ્સો દર્શાવી ચુક્યા છે. આ મામલે પ્રિયંકા ચોપરાએ પણ ટવિટ કરીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.

English summary
Kathua rape case bollywood actress taapsee pannu angry justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X