For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબોને ન્યાય અપાવવા કાત્જુ મહેશ ભટ્ટ સાથે બનાવશે NGO

|
Google Oneindia Gujarati News

katju mahesh
નવી દિલ્હી, 4 એપ્રિલ: પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેનાર પૂર્વ જસ્ટીસ માર્કેન્ડય કાત્જુએ ગરીબો અને બેસહારાને ન્યાય અપાવવા માટે પોતાની સ્વૈચ્છિક સંસ્થા ચાલુ કરશે. 'કોર્ટ ઓફ લાસ્ટ રિસોર્ટ' નામની આ એનજીઓનું વડુમથક નવી દિલ્હી ખાતે રહેશે, તેમજ અન્ય રાજ્યોમાં તેની શાખાઓ રહેશે. તેનું ઔપચારિક ઉદઘાટન 15 એપ્રિલના રોજ કરશે.

આ અંગેની જાણકારી આપતા કાત્જુએ પોતાના બ્લોગ પર લખ્યું કે 'છેલ્લા કેટલાક સમયથી એવું અનુભવાયું છે કે ઘણાબધા લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે. જેલમાં ઘણા કેદીઓ બંધ છે. જેમના મામલની સુનવણી વર્ષો સુધી થઇ નથી. કેટલાક એવા પણ આરોપી જેલમાં બંધ છે, અને તેમની સામે પોલીસે ખોટા સાક્ષીઓ ઉભા કરી દીધા છે. જોકે કેટલાંક એવા પણ મામલા છે જેમાં જેલમાં બંધ વ્યક્તિને ઘણા વર્ષ બાદ જેલમાં રાખ્યા બાદ નિર્દોષ ઠેરવવામાં આવે છે.'

તેમણે જણાવ્યું કે 'આ સ્વૈચ્છિક સંસ્થા આરટીઆઇનો ઉપયોગ કરીને જેલમાં બંધ વિચારાધીન તેમજ દોષી ઠેરવવામાં આવેલ લોકો અંગેની જાણકારી એકત્રીત કરશે. એનજીઓ આવા મામલામાં કાનૂની પ્રાવધાન અનુસાર હસ્તક્ષેપ કરશે અને જેલમાં ખોટી રીતે બંધ લોકોને જામીન અપાવવાની કોશીશ કરશે.'

કાત્જુએ બે દિવસ પહેલા જ મુંબઇની મુલાકાત લીધી હતી અને આપરાધીક મામલાના વકીલ મજીદ મેમન, કાર્યકર્તા તેમજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તથા વિભિન્ન સામાજિક કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. અધિવક્તા મેમણે જણાવ્યું કે એનજીઓના મુખ્ય સંરક્ષક ન્યાયમૂર્તિ કાત્જુ રહેશે અને અધ્યક્ષ વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમન રહેશે. મેમણ અને ભટ્ટ આના ઉપાધ્યક્ષ રહેશે.

English summary
After seeking pardon for actor Sanjay Dutt and Zaibunissa Kazi, found guilty in the 1993 Mumbai serial blasts case, retired Supreme Court judge Markandey Katju is set to launch an NGO to offer justice to poor and helpless people. The NGO, "The Court of Last Resort" will be headquartered in New Delhi, and have branches in the states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X