For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં અમિત શાહઃ શું તમારે AIMIM અને ઓવૈસી પર નિર્ભર હોય તેવી સરકાર જોઈએ?

ઓવૈસીથી ડરે છે કે.સી. રાવ અને તેની પાર્ટીઃ અમિત શાહ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેલંગાણામાં બે રેલી કરી ટીઆરએસ અને AIMIM પર પ્રહાર કર્યો. અમિત શાહે ચંદ્રશેખર રાવ પર પોતાના વાયદા પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો, સાથે જ AIMIM પાર્ટીને રાજકાર પાર્ટી કરાર આપતા તેલંગાણાના કામચલાઉ મુખ્યમંત્રી આ પાર્ટીથી ડરતા હોવાનો આરોપ પણ લગાવ્યો.

તેલંગાણામાં અમિત શાહ

તેલંગાણામાં અમિત શાહ

કામચલાઉ મુખ્યમંત્રી કેસી રાવે સમય પહેલા ચૂંટણી કરાવવાનો ફેસલો લીધો હોવાની વાત પર પણ અમિત શાહે પ્રહાર કર્યો, તેમણે દાવો કર્યો કે રાવે મોદી લહેરથી ડરીને પહેલાં ચૂંટણી કરાવવાનો ફેસલો લીધો છે. વારંગલ જિલ્લાના પરકાલમાં જનસભાને સંબોધતા શાહે લોકોને કહ્યું કે રાજ્યને આગળ લઈ જવા અને વિકાસની ખાતરી કરવા માટે ભાજપને વોટ આપો. તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન થનાર છે. તેમણે રાવ પર દલિતને મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો વાયદો પૂરો ન કર્યો હોવાનો આરોપ લગાવતા પૂછ્યું કે રાવ કોઈ દલિતને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરશે?

કેસીઆર પર પ્રહાર કર્યા

કેસીઆર પર પ્રહાર કર્યા

અમિત શાહે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમના નેતા અકબરુદ્દીન ઓવૈસાને પણ આડેહાથ લેતા કહ્યું કે તેઓ દાવો કરે છે કે એમની પાર્ટી કિંગમેકર હશે. ભાજપના પ્રમુખે કહયું કે, શું તમે એવી સરકાર ઈચ્છો છો જે ઓવૈસી અને એઆઈએસઆઈએ પર નિર્ભર હોય? રાવ કે કોંગ્રેસ આવું શાસન ઉપલબ્ધ ન કરાવી શકે, માત્ર ભાજપ સરકાર જ સુશાસન આપી શકે છે.

લગાવ્યો આરોપ

લગાવ્યો આરોપ

અમિત શાહે આરોપ લગાવ્યો છે કે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના આગલા વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણી સાથે થવી અપેક્ષિત હતી, પરંતુ કે.સી. રાવે સમય પહેલા ચૂંટણી કરાવી દીધી અને લોકો પર તેનો આર્થિક બોજો નાખી દીધો, કેમ કે તેઓ મોદી લહેરથી ડરે છે અને તેઓ પોતાના દીકરા-દીકરીને મુખ્યમંત્રી પદ માટે આગળ કરવા માગી રહ્યા છે. લઘુમતીઓને રાજ્યમાં 12 ટકા આરક્ષણ આપવાના પગલા પર તેલંગાણા રાષ્ટ્રસમિતિ સરકાર પર હુમલો બોલતા શાહે કહ્યું કે સંવિધાન ધર્મ આધારિત આરક્ષણની ઈજાજત નથી આપતું અને આ સંવૈધાનિક છે.

કેન્દ્રએ તેલંગાણાનો વિકાસ કર્યો

કેન્દ્રએ તેલંગાણાનો વિકાસ કર્યો

અમિત શાહે કહ્યું કે ભાજપ ધર્મ આધારિત આરક્ષણનો વિરોધ કરે છે અને આવું ન તો થવા દેશે અને ન તો કોઈને કરવા દેશે. ભાજપના નેતાએ કહ્યું કે મોદી સરકારે તેલંગાણાના વિકાસ માટે કેટલાંય કામ શરૂ કર્યાં છે અને 14મી નાણા આયોગ અંતર્ગત 1.15 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગત સાડા ચાર વર્ષમાં તેલંગાણાના વિકાસ માટે 2.30 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.

મિઝોરમમાં ચૂંટણી બાદ ગઠબંધન કરી શકે છે કોંગ્રેસઃ લલથનહવલા મિઝોરમમાં ચૂંટણી બાદ ગઠબંધન કરી શકે છે કોંગ્રેસઃ લલથનહવલા

English summary
KC Rao is afraid of asaduddin owaisi says amit shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X