For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની તોપમાંથી નિકળ્યા પાંચ ધારદાર પ્રશ્નો

By Super
|
Google Oneindia Gujarati News

Arvind kejirwal
નવીદિલ્હી, 14 ઑક્ટોબરઃ અરવિંદ કેજરીવાલે કાયદામંત્રી સલમાન ખુર્શીદ પર તીખા પ્રહારો ચાલું રાખતા પાંચ પ્રશ્નો પૂછ્યાં છે અને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે કે તેમની સંસ્થાએ કેન્દ્ર સરકારના પૈસા લેવા માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો.

કાયદામંત્રી સલમાન ખુર્શીદ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજવાના છે, હવે જોવાનું એ છે કે કેજરીવાલના પ્રશ્નોના ખુર્શીદ સીધે-સીધા જવાબ આપે છે કે નહીં.

કેજરીવાલે ખુર્શીદને પહેલો પ્રશ્ન પૂછ્યો કે શું તેમની સંસ્થાએ ખોટા દસ્તાવેજ થકી કેન્દ્ર પાસેથી પૈસા લેવાનો પ્રયત્ન કર્યો નથી.

ખુર્શીદ પર સતત હુમલા કરી રહેલા કેજરીવાલનું કહેવું છે કે, પૂર્વ અધિકારી જેબી સિંહનું કહેવું છે કે તેમણે ખુર્શીદની સંસ્થાના શપથપત્ર પર સહી નહોતી કરી, આ અંગે કેજરીવાલે બીજો પ્રશ્ન કર્યો છે કે, શું પૂર્વ અધિકારી જેબી સિંહનુ શપથપત્ર ખોટું છે, છે તો શા માટે?

ઉત્તર પ્રદેશ સરકારે સલમાન ખુર્શીદના ટ્રસ્ટમાં ગોટાળાની તપાસ કરાવી હતી, જે અનુસાર ખુર્શીદે જે તારીખે કેમ્પ લગાવવાનો દાવો કર્યો છે, ત્યાં કેમ્પ લગાવવામાં આવ્યાં નથી. આ અંગે કેજરીવાલે પ્રશ્ન કર્યો છે કે શું યૂપી સરકારનો અહેવાલ ખોટો છે કે સાચો?

યુપી સરકારે 12 જૂને પોતાનો તપાસ અહેવાલ આપ્યો. જેમાં ખુર્શીદની સંસ્થામાં ગોટાળાની ફરિયાદ સાચી ઠરી છે, કેજરીવાલે ચોથો પ્રશ્ન કર્યો હતો કે, શું કાયદામંત્રી યૂપી સરકારના એ અહેવાલ સાથે સહેમત છે.

પાંચમો અને છેલ્લો પ્રશ્ન કરતા કેજરીવાલે કહ્યું છે કે વિક્લાંગ આવીને કહે કે તેમને સામાન મળ્યો નથી તો, શું આવી સ્થિતિમાં ખુર્શીદી શું કરશે, રાજીનામું આપી દેશે?

English summary
Sunday IAC activist Arvind Kejriwal asks Khurshid to answer his 5 questions on corruption charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X