For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દિલ્લી સ્ટાર્ટઅપ પૉલિસી' લૉન્ચ, બિઝનેસ શરુ કરનાર યુવાનોને મળશે અઢળક મદદ

કેજરીવાલ સરકારે યુવાનોને બિઝનેસમાં મદદ કરવા માટે સ્ટાર્ટઅપ પૉલિસી લૉન્ચ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારે યુવાનોને બિઝનેસમાં મદદ કરવા માટે સ્ટાર્ટઅપ પૉલિસી લૉન્ચ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે માહિતી આપીને જણાવ્યુ કે દિલ્લી કેબિનેટને 'દિલ્લી સ્ટાર્ટ-અપ' નીતિ પાસ કરી છે જે યુવાનોને વેપાર શરુ કરવામાં મદદ કરશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'જે યુવાનો પોતાનો વેપાર શરુ કરવા માંગે છે, દિલ્લી સરકાર તેમની મદદ કરશે. પૈસાની મદદ સાથે-સાથે અન્ય પ્રકારની પણ મદદ દિલ્લી સરકાર કરશે. દિલ્લી સરકાર ઘણી બધી નાણાકીય મદદ પૂરી પાડશે.'

kejriwal

સીએમ કેજરીવાલે પૉલિસી વિશે જણાવીને કહ્યુ કે દિલ્લી સરકારની કોઈ પણ કૉલેજમાં ભણતો વિદ્યાર્થી જો સ્ટાર્ટઅપ કરવા માંગતો હોય અને ભણતા-ભણતા તેને કોઈ પ્રોડક્ટ બનાવી તો દિલ્લી સરકાર તેને ભણવા માટે 2 વર્ષની રજા આપવા માટે પણ તૈયાર છે જેથી તે છાત્ર પોતાનો પૂરો સમય પોતાની પ્રોડક્ટ પર લગાવી શકે.

'દિલ્લી સ્ટાર્ટ-અપ' નીતિ વિશે સીએમે કહ્યુ, 'જો યુવાન પોતાનો બિઝનેસ શરુ કરવા માટે કોઈ જગ્યા ભાડા પર લે તો તેનુ અડધુ ભાડુ દિલ્લી સરકાર આપી શકે છે, ત્યાં સુધી કે કર્મચારીઓને જે પગાર આપવામાં આવશે તેનો પણ અમુક ભાગ સરકાર આપવા માટે તૈયાર છે. વળી પેટન્ટ ટ્રેડમાર્ક કે કૉપીરાઈટ માટે અપ્લાય કરશો તો તેની ફી દિલ્લી સરકાર પાછી આપી શકે છે.'

આ ઉપરાંત ટ્વિટ કરીને કેજરીવાલે લખ્યુ, 'અમે દિલ્લીને ભારતની સ્ટાર્ટ-અપ રાજધાની બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મહત્વાકાંક્ષી દિલ્લી સ્ટાર્ટ અપ પૉલિસીનો શુભારંભ.' મુખ્યમંત્રીએ કહ્યુ, 'યુવાનો આપણા દેશનુ ભવિષ્ય છે. તેમની પાસે અપાર ક્ષમતા છે. પરંતુ આપણી શિક્ષણ પ્રણાલી અને રાજનીતિ એવી છે કે આજે આપણા યુવાનો બેરોજગાર છે, એ રોજગારની શોધમાં છે.'

English summary
Kejriwal cabinet has passed Delhi Startup Policy Government will help youth starting business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X