કોંગ્રેસ-કેજરીવાલ ઇફેક્ટ: દિલ્હીમાં ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: હાલમાં ઉત્તર ભારતનું વાતાવરણ કઇ એવું છે કે કોઇપણ ઠંડીના કારણે થીજી જાય. પરંતુ રાજનૈતિક સરગરમીઓએ સૌના પરસેવા છોડાવી દીધા છે. એ કહેવું ખોટું નથી કે કોંગ્રેસ અને કેજરીવાલની ટક્કરના કારણે દિલ્હીમાં ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

દિલ્હી પોલીસ હેરાન પરેશાન છે, સામાન્ય જનતા ટ્રાફિકમાં ફસાયેલી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતા એવું સાબિત કરવા માગે છે કે તેમણે દેશને એવા નેતા આપ્યા છે, જેઓ માર્ગ અને અગાસી પરથી પણ સરકાર ચલાવી શકે છે.

 

રાજધાનીમાં એક બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની બહાર ધરણા માટે જતા સમયે જ રસ્તામાં રોકવામાં આવ્યા, જ્યારે બીજી બાજુ કોંગ્રેસની મહિલા કાર્યકરોએ જોરદાર હોબાળો મચાવ્યો. આ દરમિયાન દિલ્હીનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસની અકર્મળ્યતાની વિરુધ્ધ આ ધરણા સોમવાર સાંજ સુધી ચાલુ રહ્યા. કેજરીવાલનું કહેવું છે કે દિલ્હીની જનતાને સુરક્ષા અપાવવા માટે તેઓ માર્ગ પરથી જ કામ કરવા માટે તૈયાર છે.

આવો તસવીરમાં જોઇએ સંપૂર્ણ દિવસનો ઘટનાક્રમ...

રેલ ભવન તરફ જઇ રહેલા કેજરીવાલ
  

રેલ ભવન તરફ જઇ રહેલા કેજરીવાલ

કેજરીવાલની કારને રેલવે ભવન નજીક રાયસીના રોડની સામે રોકવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને આગળ વધવાથી પણ રોક્યા.

રેલવે ભવનની બહાર કેજરીવાલ
  

રેલવે ભવનની બહાર કેજરીવાલ

ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલે રેલ ભવનની બહાર જ જનતા અને મીડિયાને સંબોધિત કર્યા.

પરેડના પૂર્વાભ્યાસ સુધી રોકવામાં આવ્યા કેજરીવાલને
  

પરેડના પૂર્વાભ્યાસ સુધી રોકવામાં આવ્યા કેજરીવાલને

દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના સહયોગીઓને ગણતંત્ર દિવસ પરેડની પૂર્વ તૈયારી ચાલવા સુધી બપોર સુધી રોકવામાં આવ્યા.

મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ
  
 

મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ

રાયસીના રોડ પર અરવિંદ કેજરીવાલ અને મીનષ સિસોદિયા રોકાઇ ગયા, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ.

મહિલા કોંગ્રેસીઓનું પ્રદર્શન
  

મહિલા કોંગ્રેસીઓનું પ્રદર્શન

દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ દિલ્હીના માર્ગો પર પ્રદર્શન શરૂ કરી દીધું. આ પ્રદર્શન આમ આદમી પાર્ટીની સરકારની વિરુધ્ધ હતું.

સોમનાથ ભારતીનું પુતળુ સળગાવ્યું
  

સોમનાથ ભારતીનું પુતળુ સળગાવ્યું

મહિલા કોંગ્રેસની કાર્યકરોએ દિલ્હીના કાનૂન મંત્રીનું પુતળું સળગાવ્યું. આ પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામ થઇ ગયું.

મહિલા કોંગ્રેસનું પ્રદર્શન
  

મહિલા કોંગ્રેસનું પ્રદર્શન

મહિલા કોંગ્રેસની કાર્યકરોએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું, અને કાનૂન મંત્રીનું પુતળું સળગાવ્યું. આ પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામ થઇ ગયું.

કોંગ્રેસનું પ્રદર્શન
  

કોંગ્રેસનું પ્રદર્શન

દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ દિલ્હીના માર્ગો પર પ્રદર્શન શરૂ કરી દીધું. આ પ્રદર્શન આમ આદમી પાર્ટીની સરકારની વિરુધ્ધ હતું.

ટ્રાફિક જામ
  

ટ્રાફિક જામ

મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના પગલે અને કેજરીવાલના ધરણાના કારણે દિલ્હીમાં વાહન વ્યવહારનો નજારો કઇક આવો સર્જાયો હતો.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal continue protest in Delhi. On the other hand Mahila Congress workers protest against AAP.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.