• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોવામાં કેજરીવાલના 7 વચનો - ગોવાવાસીઓ માટે નોકરીમાં 80 ટકા અનામત

|
Google Oneindia Gujarati News

પણજી : આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત કરી હતી. કેજરીવાલે ગોવાવાસીઓને 7 વચનો આપ્યા હતા. તેમાં બેરોજગારો માટે 3,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું (કેટલાક કિસ્સાઓમાં 5,000 રૂપિયા) અને સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો સમાવેશ થાય છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે, જો તમે લોકો અમારી પાર્ટીની સરકાર બનશે, તો અમે રાજ્યમાંથી ભ્રષ્ટાચારનો અંત લાવીશું.

ગોવામાં આમ આદમી પાર્ટી આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે કહ્યું કે, ગોવા એક સુંદર રાજ્ય છે. અહીંના લોકો સારા છે અને ભગવાન ગોવાને આશીર્વાદ આપે છે. બધું આપવામાં આવ્યું છે, પરંતુ રાજકારણીઓ અને પક્ષોએ ગોવામાં લૂંટ કરી છે. આ લૂંટને રોકવાની જરૂર છે (અને) અમે તેના માટે વિગતવાર યોજના બનાવી છે.

કોરોના કાળમાં રાજ્યને પડતા આર્થિક પડકારો પર પ્રકાશ પાડતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગોવાની કમાણી પર્યટન પર નિર્ભર છે. અમે અહીં પ્રવાસનનાં માધ્યમોને પ્રોત્સાહન આપીશું. પર્યટન સાથે જોડાયેલા લોકો માટે બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે, તેમજ જેમની નોકરીઓ વિવિધ પ્રતિબંધોને કારણે ખોવાઈ ગઈ હતી. તેમને દર મહિને રૂપિયા 5,000 આપવામાં આવશે.

કેજરીવાલે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને શાસક ભાજપ પર પણ કટાક્ષ કર્યો હતો. કેજરીવાલે પોતાની નવી યોજનાઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, અમારી પાસે મફત પાણી (દિલ્હીમાં 60 ટકા રહેવાસીઓ માટે) અને ડોર સ્ટેપ ડિલવરી ઘણા વર્ષોથી ચાલી રહી છે.

Kejriwal

કેજરીવાલે કહ્યું કે, "મેં સાંભળ્યું છે કે (પ્રમોદ) સાવંતે ગોવામાં પાણી મફત કર્યું છે. તે એક સારા સમાચાર છે (પણ) અમે ચાર વર્ષ પહેલા દિલ્હીમાં આ કર્યું હતું. મેં એ પણ સાંભળ્યું છે, સાવંતે કહ્યું કે, હેમ ડિલિવરી શરૂ કરી છે. અમે ત્રણ વર્ષ પહેલા આ પણ દિલ્હીમાં કર્યું હતું. સાવંત ગોવામાં દિલ્હી મોડેલની નકલ કરી રહ્યા છે, જ્યારે ઓરિજીનલ (આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરે છે) ઉપલબ્ધ છે, તો પછી ડુપ્લિકેટની શું જરૂર છે?

અરવિંદ કેજરીવાલની પાર્ટી દ્વારા અગાઉના (ઉત્તરાખંડ અને પંજાબના મતદારોને આપેલા વચનો અને દિલ્હીવાસીઓ માટે અમલમાં મૂકાયેલી યોજના)નો ઉલ્લેખ કરતા કેજરીવાલે જાહેરાત કરી હતી કે, ગોવામાં પણ અમે 300 યુનિટ વીજળી મફત આપીશું. રાજ્યના ખેડૂતોના વીજળીના બિલ સરકાર દ્વારા સંપૂર્ણ ચૂકવવામાં આવશે. તેમણે મતદારોને 24 કલાક વીજળી આપવાનું વચન પણ આપ્યું હતું.

ઓગસ્ટમાં સાવંતે રાજ્યને અંદાજે રૂપિયા 120 કરોડના ખર્ચે મફત વીજળીની ઓફર કરી હતી. જેના પર કેજરીવાલે સાવંત પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે ટીકાકારો પર પ્રહાર કર્યા હતા જેમણે સવાલ કર્યો હતો કે, તમે ઉદાર સબસિડી અને વચનોનો મોટો નાણાકીય બોજ કેવી રીતે દૂર કરવા માંગો છો. કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો (અને) અમે નાણાં બચાવ્યા. આ રીતે અમે પોતાને સાબિત કર્યા છે, હવે અમે ગોવામાં પણ આવું જ કરીશું.

કેજરીવાલે કહ્યું કે, હું જે કહું છું તે કરું છું. હું નેતા નથી, હું રાજકારણ કરતો નથી. હું સામાન્ય માણસનું દર્દ સમજું છું. કારણ કે, હું એક સામાન્ય માણસ છું. હું એક જાહેર સેવક છું. રાજકારણની રમત હું રમતો નથી, તેથી તમે મને તક આપો.

અગાઉ રવિવારના રોજ કેરીવાલે ઉત્તરાખંડના મતદારોને આવા જ વચનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો તમે અમારી પાર્ટીને મત આપો છો, તો અમારી સરકાર ભ્રષ્ટાચાર સામે લડશે અને ખાતરી કરશે કે, દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક બેરોજગાર વ્યક્તિને નોકરી મળે.

કેજરીવાલે ટ્વીટ કરી આપી આ 7 ગેરંટી

  • નોકરીવાસીઓને નોકરી, જે હાલ માત્ર ધારાસભ્યના સંબંધીઓ પૂરતી જ સીમિત છે
  • દરેક ઘરમાંથી એક બેરોજગારને નોકરી
  • બેરોજગાર માટે ️ 3000/માસ ભથ્થુ
  • 80 ટકા ખાનગી નોકરીઓમાં ગોવાવાસીઓ માટે અનામત ️
  • કોવિડને કારણે પ્રતિબંધ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રમાં બેરોજગાર માટે 5000/માસ
  • માઇનિંગ પ્રતિબંધ અસરગ્રસ્તને 5000/માસ ભથ્થુ
  • સ્કિલ યુનિવર્સિટી બનાવશે

English summary
Thus, Aam Aadmi Party (AAP) convener Arvind Kejriwal announced the polls in view of the forthcoming Assembly elections in Goa. Kejriwal made 7 promises to the people of Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X