For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેડ્ડીને ઇમાનદારીની સજા મળીઃ કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal protest
નવીદિલ્હી, 29 ઑક્ટોબરઃ આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે પૂર્વ પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીના સ્થાને વીરપ્પા મોઇલીને નવા પેટ્રોલિયમ મંત્રી બનાવવા બદલ આરોપ મુક્યો છે કે, રિલાયન્સના દબાણમાં આવીને જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે નવા પેટ્રોલિમય મંત્રી વીરપ્પા મોઇલીએ સોમવારે પોતાનું પદ ગ્રહણ કરી લીધું છે આ તે પૂર્વ પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડી તેમને પદ સોંપવા આવ્યા નહીં. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જયપાલ રેડ્ડી નારાજ છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે રેડ્ડી શા માટે આવ્યાં નહીં તેવું પૂછવામાં આવ્યું તો કોઇ યોગ્ય જવાબ મળ્યો નહીં. તેમણે હસીને જવાબ આપ્યો કે કેબિનેટમાં ફેરબદલ એક પ્રક્રિયા છે.

એવી ધારણા કરવામાં આવી રહી છે કે જયપાલ રેડ્ડી મોટા ઉદ્યોગપતિઓના દબાણમાં આવ્યા નહીં. એવી અટકળો પણ છે કે જયપાલને રિલાયન્સના દબાણમાં આવીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી હટાવવામાં આવ્યા છે. જયપાલે રિલાયન્સ પર ઓછો ગેસ કાઢવા બદલ દંડ ફટકાર્યો હતો. તેમણે રિલાયન્સ પર સાત હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે જ જયપાલે રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમના જોઇન્ટ વેન્ચરને મંજૂરી આપી નહોતી.

રેડ્ડીને હટાવવામાં આવ્યા અંગે કેજરીવાલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જયપાલ ઇમાનદરીથી પોતાનું કામ કરી રહ્યાં હતા, જેની તેમને સજા મળી છે. અરવિંદે આરોપ મુક્યો છે કે કેટલાક ઉદ્યોગપતિઓના દબાણમાં આવીને સરકારે આ નિર્ણય લીધો છે.

English summary
Kejriwal Monday questioned the decision of the government to transfer Jaipal Reddy from the Petroleum and Natural Gas Ministry to Science and Technology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X