For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુર્શીદ રાજીનામું નહીં આપે ત્યાંસુધી આંદોલનઃ કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવીદિલ્હી, 13 ઑક્ટોબરઃ બવાનાના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ધરપકડ કરાયેલા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ, સલમાન ખુર્શીદના રાજીનામાની માંગ પર અડી ગયા છે. અરવિંદ કેજરીવાલે પત્રાકરોને જણાવ્યું છે કે, અમને અહીં કેદ કરીના રાખવામાં આવ્યા છે અને હજુ સુધી સરકારે કોઇ પણ પ્રકારની વાત કરી નથી. અરવિંદ કેજરીવાલ અને તેમના સમર્થકોને ગઇરાત્રે બવાનાની અસ્થાઇ જેલમાં રાખવામાં આવ્યા છે.

કેજરીવાલે જણાવ્યા અનુસાર ગઇ રાત્રે પોલીસકર્મીઓએ એક કાર્યકર્તાને માર માર્યો હતો અને કહ્યું હતું કે જો આંદોલન બંધ નહીં કરવામાં આવે તો બે ચાર કેસ તમારી વિરુદ્ધ ફાઇલ કરવામાં આવશે. અરવિંદે કહ્યું કે આ લોકો દ્વારા અમારા કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અમે સરકારને જણાવી દેવા માગીએ છીએ કે અમે આ રીતે ડરવાના નથી. જો કે, સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે અમારું આંદોલન ચાલું રાખીશું અને સંસદની સામે ધરણા પર બેસીશું.

તેમણે કહ્યું કે સલમાન ખુર્શીદે વિક્લાંગો માટે આવેલી રકમનો ગોટાળો કર્યો છે. અમે તેમનું રાજીનામું લઇને જ રહીશું અને પ્રધાનમંત્રીને મુદ્દે મૌન રહેવા નહીં દઇએ. સાથે જ તેમણે દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં એકત્રીત થાય અને અમારો સાથ આપે.

આ અંગે સરકાર તરફથી દિગ્વિજય સિંહે કહ્યું કે જો કોઇને ફરિયાદ છે તો તે એફઆઇઆર કરે, કોઇના કહેવાથી એક મંત્રીને રાજીનામું આપવા કહીં શકાય નહીં, કારણ કે તેમના વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

English summary
Arvind Kejriwal and other activists want the resignation of Salman Khurshid.They will show protest infront of parliament house today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X