For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા

કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે મે મહિનામાં કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લામાં 17 લોકોના જીવ ગયા હતા.

આ પણ વાંચોઃ નબળાં ચોમાસા બાદ સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યુંઆ પણ વાંચોઃ નબળાં ચોમાસા બાદ સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યું

nipah virus

સર્ક્યુલર જાહેર કરતા અધિક ચીફ સેક્રેટરી (સ્વાસ્થ્ય) રાજીવ સદાનંદને કહ્યુ કે બધી સરકારી હોસ્પિટલોમાં કફ કોર્નર પણ હોવો જોઈએ. તેમણે કહ્યુ કે, 'શ્વાસ સંબંધિત સંક્રમણ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને માસ્ક આપવા જરૂરી છે અને તેના માટે એક વ્યક્તિ નિયુક્ત કરવી જોઈએ જે તેમને માસ્ક વિશે બધી જાણકારી આપે અને તેને કેવી રીતે પહેરવાનું તે બતાવે.'

કેરળ સરકારના આંકડા અનુસાર નિપાહ વાયરસથી આ વર્ષે 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોઝીકોડ અને મલપ્પુરમાં નિપાહ વાયરસના આતંકથઈ 17 લોકોના જીવ ગયા હતા. વળી, આંતરરાષ્ટ્રીય મેડીકલ જર્નલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં નિપાહથી 21 લોકોના જીવ ગયા છે. આંકડા અલગ અલગ હોવા પર ઘણો વિવાદ પણ થયો હતો.

નિપાહ વાયરસ મનુષ્યોના સંક્રમિત સુઅર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્સેફ્લેટિક સિંડ્રોમ રૂપે ભયંકર તાવ, માથામાં દુખાવો, માનસિક ભ્રમ, કોમા અને છેલ્લે મોત થવાના લક્ષણો જોવા મળે છે.

English summary
Kerala: Alert For Nipah Virus Issued To District Medical Officers To Follow Control Procedure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X