For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એમપીમાં ભાજપ બદલશે સીએમ, રાજસ્થાનમાં ગઠબંધન સરકાર': ભવિષ્યવાણી

માધવ નંબુગિરીએ કોંગ્રેસી નેતા અશોક ગેહલોત, સચિન પાયલટ, કમલનાથ જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેશ અને ભાજપના ત્રણ સીએમ શિવરાજ સિંહ, રમણ સિંહ અને વસુંધરા રાજેની ભવિષ્યવાણી કરી છે.

|
Google Oneindia Gujarati News

એક્ઝિટ પોલ્સના અનુમાનોથી ઉત્સાહિત કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પરિણામ આવતા પહેલા જ જીતના અભિનંદનના પોસ્ટર લગાવી રહ્યા છે. વાત કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓ સુધી સીમિત નથી રહી. કોંગ્રેસના ટોપ લેવલના નેતાઓએ સીએમ અને ડેપ્યુટી સીએમ પદના નામો પર ચર્ચા કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે કેરળના શ્રી વિદ્યાના પ્રખ્યાત જ્યોતિષીની ભવિષ્યવાણી સામે આવી છે. તેમનુ નામ છે - માધવ નંબુગિરી, જે 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ જીતની સટીક ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. માધવ નંબુગિરીએ માત્ર છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિશે ચોંકાવનારી ભવિષ્યવાણી નથી કરી પરંતુ 2019 લોકસભા ચૂંટણીના પરિણામ વિશે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. માધવ નંબુગિરીની આ ભવિષ્યવાણી કોંગ્રેસી નેતા અશોક ગેહલોત, સચિન પાયલટ, કમલનાથ જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેશ અને ભાજપના ત્રણ સીએમ શિવરાજ સિંહ, રમણ સિંહ અને વસુંધરા રાજે સિંધિયાના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે.

આ પણ વાંચોઃ Train 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપેઆ પણ વાંચોઃ Train 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપે

ભાજપને એમપીમાં મળશે પૂર્ણ બહુમત, શિવરાજ નહિ હોય આગામી સીએમ

ભાજપને એમપીમાં મળશે પૂર્ણ બહુમત, શિવરાજ નહિ હોય આગામી સીએમ

મધ્ય પ્રદેશ વિશે માધવ નંબુદિરીની ભવિષ્યવાણી એ છે કે અહીં ભાજપ સત્તામાં કમબેક કરશે. તેને પૂર્ણ બહુમત પણ મળી જશે પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે એમપીના સીએમ પદની શપથ નહિ લે. એનો અર્થ એ કે આ વખતે ભાજપ હાઈ કમાન્ડ કોઈ નવા ચહેરાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપશે.

રાજસ્થાનમાં કોઈને પૂર્ણ બહુમત નહિ, સહયોગથી બનશે ભાજપ સરકાર

રાજસ્થાનમાં કોઈને પૂર્ણ બહુમત નહિ, સહયોગથી બનશે ભાજપ સરકાર

કેરળના શ્રી વિદ્યા જ્યોતિષ શાસ્ત્ર પર પકડ હોવાનો દાવો કરનાર માધવ નંબુગિરીએ રાજસ્થાન વિશે ભવિષ્યવાણી કરી છે કે અહીં કોંગ્રેસ સરકાર નહિ બનાવી શકે. મોટાભાગના એક્ઝિટ પોલ્સના અનુમાનમાં રાજસ્થાનમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતની વાત કહેવામાં આવી છે પરંતુ માધવ નંબુગિરી આવુ નથી માનતા. તેમનુ કહેવુ છે કે રાજસ્થાનમાં કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત નહિ મળે. અન્ય દળોના સહયોગથી અહીં ભાજપ સરકાર બનાવવામાં સફળ થશે.

છત્તીસગઢમાં કોંગ્રેસના હાથ લાગશે સત્તા

છત્તીસગઢમાં કોંગ્રેસના હાથ લાગશે સત્તા

માધવ નંબુગિરીએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 વિશે પણ ભવિષ્યવાણી કરી છે. તેમના હિસાબે અહીં રમણ સિંહની સરકાર જવાની છે અને રાજ્યમાં કોંગ્રેસ સત્તાની કમાન સંભાળશે.

2019માં પૂર્ણ બહુમત સાથે જીતીને આવશે નરેન્દ્ર મોદી

2019માં પૂર્ણ બહુમત સાથે જીતીને આવશે નરેન્દ્ર મોદી

માધવ નંબુગિરીએ 2019 લોકસભા ચૂંટણી વિશે પોતાના ગણિતના હિસાબે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી આવતી વખતે પણ પ્રધાનમંત્રી ચૂંટાઈને આવશે અને પૂર્ણ બહુમત સાથે કેન્દ્રની સત્તા સંભાળશે. માધવ નંબુગિરી 2014 લોકસભા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની પ્રચંડ જીતની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જોવાનું એ રહેશે કે વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યો અને આગામી લોકસભા ચૂંટણી અંગે તેમની ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે.

આ પણ વાંચોઃ 'હત્યારોપી' વાળા નિવેદન પર રવિશંકર પ્રસાદ સામે કોર્ટ પહોંચ્યા શશિ થરુરઆ પણ વાંચોઃ 'હત્યારોપી' વાળા નિવેદન પર રવિશંકર પ્રસાદ સામે કોર્ટ પહોંચ્યા શશિ થરુર

English summary
Kerala astrologer election prediction about shivraj singh chauhan, raman singh and vasundhara raje scindia and narendra modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X