For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વે

કેરળ સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે. રાજ્યમાં પૂર અને વરસાદના કારણે વિનાશ સર્જાયો છે. પીએમ મોદી પણ કેરળ પહોંચ્યા છે જ્યાં તેઓ પૂર પ્રભાવિત વિસ્તારની હવાઈ સર્વે કરશે.

|
Google Oneindia Gujarati News

કેરળ સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે. રાજ્યમાં પૂર અને વરસાદના કારણે વિનાશ સર્જાયો છે. પીએમ મોદી પણ કેરળ પહોંચ્યા છે જ્યાં તેઓ પૂર પ્રભાવિત વિસ્તારની હવાઈ સર્વે કરશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ તેમની સાથે છે. તેમણે જણાવ્યુ કે 4 જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. આ જિલ્લામાં અલાપ્પુઝા, એર્નાકુલમ, પથનમતિત્તા અને ત્રિશૂર શામેલ છે.

કેરળમાં હજારો ઘરો પાણીમાં

કેરળમાં હજારો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને મોટી સંખ્યામાં લોકોના ઘર પાણીમાં વહી ગયા છે. કેરળમાં 80 હજારથી વધુ લોકોને અત્યાર સુધી બચાવવામાં આવ્યા છે અને 2.23 લાખ લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 1568 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે. વળી, નેવી અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. પૂર પ્રભાવિત કેરળમા ગુરુવારેથી શુક્રવારે એક જ દિવસમાં મૃતકોની સંખ્યા 106 હતી. વળી, અત્યાર સુધી પૂર અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 324 થઈ ગઈ છે.

રાહત અને બચાવ કાર્ય

સંરક્ષણ મંત્રાલયે કેરળને રાહત અને બચાવ કાર્ય માટે 1300 લાઈફ જેકેટ્સ, 571 લાઈબોય, એક હજાર રેઈનકોટ આપ્યા છે. જ્યારે 1300 ગમબુટ્સ, 25 મોટરાઈઝ્ડ બોટ, નવ નોન મોટરાઈઝ્ડ બોટ, 1500 ફૂડ પેકેટ અને 1200 રેડી-ટુ-ઈટ મીલ પણ ઉપલબ્ધ કરાવ્યુ છે.

પૂર પીડિતોની મદદ માટે લોકોને અપીલ

વળી, કેરળ સરકારે પૂર પીડિતોની મદદ માટે લોકોને અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in દ્વારા કોઈ પણ વ્યક્તિ મદદ કરી શકે છે. સંયુક્ત આરબ અમીરાત પણ કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદ કરવા માટે એક સમિતિ બનાવશે. શેખ ખલીફાએ પ્રભાવિત લોકોને મદદ આપવા માટે રાષ્ટ્રીય ઈમરજન્સી સમિતિના બનાવવાના નિર્દેશ આપ્યા છે. પૂર પ્રભાવિત અલેપ્પીમાં આઈટીબીપી જવાનો દ્વારા 500 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

ટ્રેન અને પરિવહન સેવાઓ ઠપ્પ

નૌસેના પણ કોચ્ચિના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવાનું કામ કરી રહી છે. હજારો લોકોને અત્યાર સુધી બચાવી લેવાયા છે. કોડાગુના પૂર પ્રભાવિત વિસ્તારમાં પોલિસ અને એનડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે. પૂરના કારણે ટ્રેન અને પરિવહન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. રસ્તાઓ અને ઈમારતોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને બહાર કાઢવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ સપ્તાહના અંતમાં તમિલનાડુ અને કર્ણાટક સાથે કેરળમાં પણ વરસવાના અણસાર છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોતઆ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોત

English summary
kerala flood: 106 died in a day in state, massive air rescue operation on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X