For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ કોવિંદે કેરળ સીએમ અને ગવર્નર સાથે વાતચીત કરી

હાલમાં કેરળમાં કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. અહીં પૂર અને વરસાદથી લોકોનું જીવન પ્રભાવિત થયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં કેરળમાં કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. અહીં પૂર અને વરસાદથી લોકોનું જીવન પ્રભાવિત થયું છે. અલગ અલગ બિલ્ડીંગો પર ફસાયેલા હજારો લોકોને શનિવારે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધ, મહિલાઓ અને બાળકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 357 થઇ ચુકી છે. એકલા શનિવારે જ 33 લોકો માર્યા ગયા છે. કેટલીક જગ્યાઓ પર હજુ પણ વરસાદ પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને બીજી એજેન્સીઓ પણ સક્રિય બની ચુકી છે. અત્યારસુધીમાં રાજ્યને કુલ 21,000 કરોડ રૂપિયાનું નુકશાન થઇ ચૂક્યું છે.

વાંચો: કેરળના પૂર પીડિતો માટે ઘણા રાજ્યોએ કર્યુ મદદનું એલાન

kerala flood

Newest First Oldest First
2:22 PM, 19 Aug

રાષ્ટ્રપતિ કોવિંદે ભરોષો અપાવ્યો કે આખો દેશ તેમની સાથે છે. તેમને સંતોષ વ્યક્ત કર્યો કે કેરળમાં બચાવ અને રાહત કાર્યમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
2:21 PM, 19 Aug

રાષ્ટ્રપતિ કોવિંદે કેરળ સીએમ અને ગવર્નર સાથે વાતચીત કરી અને પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરી
2:20 PM, 19 Aug

કેરળમાં પૂર પીડિતો માટે પશ્ચિમ બંગાળ 10 કરોડ રૂપિયા આપશે
11:26 AM, 19 Aug

આજે બેંગ્લોરથી ત્રિવેન્દ્રમ પહેલી બસ સેવા 4 વાગ્યે શરુ થશે.
11:25 AM, 19 Aug

બધા જ જિલ્લાઓમાંથી રેડ એલર્ટ હટાવવામાં આવ્યું, 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જયારે બે જિલ્લાઓમાં યલો એલર્ટ. બચાવ અને રાહત કાર્ય આખા રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું.
11:23 AM, 19 Aug

આંધ્રપ્રદેશના આઈએએસ ઓફિસર એસોસિયેશન ઘ્વારા પોતાના સદસ્યોની એક દિવસની સેલરી કેરળ પૂર પીડિતોની મદદ માટે આપશે.
10:36 AM, 19 Aug

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેરળ પૂર પીડિતોની મદદ માટે 10 કરોડ રૂપિયાની ધન રાશિ જમા કરી છે.
10:35 AM, 19 Aug

કોંગ્રેસના બધા જ સાંસદો, વિધાયકો ઘ્વારા પોતાનો એક મહિનાનો પગાર કેરળ પૂર પીડિતોની મદદ માટે આપવાની ઘોષણા કરી છે.
10:33 AM, 19 Aug

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેરળ પૂર પીડિતોની મદદ માટે 15 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.
10:32 AM, 19 Aug

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ પોતાનો એક મહિનાનો પગાર આપીને કેરળ પૂર પીડિતોની મદદ કરશે.

English summary
Kerala Floods live imd withdraws red alert today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X