• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં સૌથી પહેલા જે યુવતીને થયો કોરોના વાયરસ, તેણે કહી 39 દિવસની આપવીતી

|

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાયરસ હવે દુનિયાની 80થી પણ વધુ દેશો સુધી પહોંચી ગયો છે. જેનાથી અત્યાર સુધીમાં ત્રણ હજારથી પણ વધુ મોત થઈ ચૂક્યા છે અને 94 હજારથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે. ભારતમાં પણ વાયરસના 29 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. અહીં અલગ અલગ રાજ્યોમાં સેંકડો લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ કેરળ રાજ્યમાં સામે આવ્યો હતો.

39 દિવસો સુધી વોર્ડમાં રાખ્યા

39 દિવસો સુધી વોર્ડમાં રાખ્યા

અહીંની એક 20 વર્ષની યુવતી ચીનના વુહાન શહેરમાં અભ્યાસ કરે છે. જ્યારે તે ભારત પાછી આવી ત્યારે તેની તપાસમાં વાયરસના સંક્રમણ જોવા મળ્યા. જે બાદ તેને લગભગ 39 દિવસો સુધી વૉર્ડમાં રાખવામાં આવી. હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હોસ્પિટલમાંથી પાછી આવ્યા બાદ યુવતીએ જણાવ્યુ કે તેના જીવનના આ 39 દિવસ કેવી રીતે વીત્યા.

ટેસ્ટ 30 જાન્યુઆરીએ પૉઝિટિવ જોવા મળ્યો

ટેસ્ટ 30 જાન્યુઆરીએ પૉઝિટિવ જોવા મળ્યો

છાત્રાએ જણાવ્યુ, ‘મારો ટેસ્ટ 30 જાન્યુઆરીએ પૉઝિટિવ જોવા મળ્યો. ત્યારબાદ મે પોતાના બધા દોસ્તોને ફોન કરીને તપાસ કરાવવા માટે કહ્યુ જે મારી સાથે યાત્રા કરીને આવ્યા હતા. જે ડૉક્ટર અને અધિકારી મારી પાસે આવ્યા, તેમણે મારી પાસેથી બધા પ્રકારની માહિતી લીધી. જેવી કે હું કઈ સીટ પર બેઠી હતી, કયા લોકો મારી સાથે હતા. આઈસોલેશનમાં રહેવુ ઘણુ મુશ્કેલ છે પરંતુ ડૉક્ટર મારી સતત તપાસ કરી રહ્યા હતા અને મારી માનસિક સ્થિતિનુ પણ ધ્યાન રાખી રહ્યા હતા.' છાત્રાએ કહ્યુ કે તે વાયરસ સામે લડવા માટે ખુદને માનસિક રીતે સંપૂર્ણપણે તૈયાર કરી ચૂકી હતી.

કાઉન્સેલિંગ ટીમનો આભાર

કાઉન્સેલિંગ ટીમનો આભાર

છાત્રાએ ડૉક્ટરો અને કાઉન્સેલિંગ ટીમનો આભાર માનતા આગળ જણાવ્યુ કે, ‘મે એ વાત સાંભળી હતી કે ચીનમાં લોકો બિમારીથી સાજા થયા છે અને મને ખબર હતી કે હું શારીરિક રીતે મજબૂત છુ. કેરળના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ મારા મમ્મી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યુ હતુ. આઈસોલેશન વૉર્ડમાં આટલા લાંબા સમય સુધી રહેવુ સરળ નહોત અને ઘરે આવ્યા બાદ પણ એ બધુ બૂલી જવુ સરળ નહોતુ. ત્યાં મને સતત કાઉન્સિલર ફોન કરીને મારી સાથે વાત કરતા હતા. તે માનસિક રીતે મારુ ધ્યાન રાખી રહ્યા હતા જેથી મને ઘણી મદદ મળી.'

17 જાન્યુઆરીથી માસ્ક પહેરવાનુ શરૂ કર્યુ

17 જાન્યુઆરીથી માસ્ક પહેરવાનુ શરૂ કર્યુ

માહિતી માટે જણાવી દઈએ કે વુહાન યુનિવર્સિટીને 13 જાન્યુઆરીથી જ બંધ કરી દેવામાં આવી હતી અને બધા છાત્રોને પણ રજા આપી દેવામાં આવી હતી. આ વિશે છાત્રાએ જણાવ્યુ, ‘ત્યાં રસ્તા પર બધુ સામાન્ય હતુ અને લોકોએ 17 જાન્યુઆરીથી માસ્ક પહેરવાનુ શરૂ કર્યુ પરંતુ પછી હાલત ખરાબ થતી ગઈ. અમારી રજાઓ ચાર અઠવાડિયાની હતી અને જૂનથી શરૂ થવાની હતી. મે પણ ત્યારે ઘરે આવવા માટે વિચાર્યુ હતુ પરંતુ જ્યારે સ્થિતિ વધુ ખરાબ થવા લાગી તો મારે 23 જાન્યુઆરીની ટિકિટ બુક કરાવવી પડી. વાયરસના કારણે રૂટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ટે અમારે કોલકત્તા આવવુ પડ્યુ. અમારા સીનિયર્સે આ વાત 22 જાન્યુઆરીએ જણાવી કે બધા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અમે કનિંગથી ફ્લાઈટ લીધી અને પછી ટ્રેનથી સફર કરી.'

અમને અધિકારી ફોન કરી રહ્યા હતા

અમને અધિકારી ફોન કરી રહ્યા હતા

તેણે આગળ કહ્યુ, ચીનમાં દરેક જગ્યાએ તપાસ થઈ રહી હતી, જ્યારે અમે યુનિવર્સિટીમાંથી નીકળી રહ્યા હતા, તો અમારા શરીરના તાપમાનની પણ તપાસ કરવામાં આવી. આ ઉપરાંત એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ તપાસ કરવામાં આવી. ભારતીય દૂતાવાસે અમને ફોન કરીને કહ્યુ કે ભારત પાછા આવતા જ અમારે નજીકના આરોગ્ય અધિકારીના સંપર્કમાં રહેવાનુ છે. મે 25 જાન્યુઆરીએ પાછા આવ્યા બાદ આમ જ કર્યુ. અમને અધિકારી ફોન કરી રહ્યા હતા અને બધુ ઠીક લાગી રહ્યુ હતુ.

27 જાન્યુઆરીથી અચાનક ખરાશ અનુભવાઈ

27 જાન્યુઆરીથી અચાનક ખરાશ અનુભવાઈ

છાત્રાએ જણાવ્યુ કે તેને 27 જાન્યુઆરીથી અચાનક ખરાશ અનુભવાઈ. તેણે કહ્યુ, ‘ખરાશ અનુભવાયા બાદ મે તરત જ અધિકારીને ફોન કર્યો. તેમણે એમ્બ્યુલન્સ મોકલીને મને હોસ્પિટલમાં ભરતી કરાવી. મારી સાથે મારી મમ્મી પણ હતી. પછી મારા સેમ્પલ લેવામાં આવ્યા જ્યારે હું આઈસોલેશન રૂમમાં ભરતી હતી તો ચાર અન્ય લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા. તેમના સેમ્પલ નેગેટીવ આવ્યા. મને પછી 30 જાન્યુઆરીએ થોડી શંકા ગઈ. એ દિવસે મને ખબર પડી કે મારો ટેસ્ટ પૉઝિટિવ છે. મને ડૉક્ટરો અને નર્સની ટીમ મળી. તેમણે મને દરેક વસ્તુ વિશે પૂછ્યુ.'

ક્લાસમાં 45 છાત્રો ભારતીય

ક્લાસમાં 45 છાત્રો ભારતીય

છાત્રાનુ કહેવુ છે કે, ‘સારી રીતે ઈલાજ થવાના કારણે હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પરંતુ હાલમાં તેને ખબર નથી તે ક્યારે પોતાની યુનિવર્સિટી પાછી જઈ શકશે. તેનુ કહેવુ છે, મારા ક્લાસમાં 65 છાત્રો છે જેમાંથી 45 ભારતીય છે. હવે અમે બધા ઑનલાઈન ક્લાસ લઈ રહ્યા છે. જ્યારે અધિકૃત રીતે ઘોષણા થશે ત્યારે અમે ત્યાં જઈશુ.'

આ પણ વાંચોઃ કોરોના વાયરસ પર આરોગ્ય મંત્રી હર્ષવર્ધનઃ તપાસ માટે 15 લેબ બની, 19 હજુ બનાવીશુઆ પણ વાંચોઃ કોરોના વાયરસ પર આરોગ્ય મંત્રી હર્ષવર્ધનઃ તપાસ માટે 15 લેબ બની, 19 હજુ બનાવીશુ

English summary
kerala girl is a first patient of coronavirus in india who told her 39 days story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X