
કેરળ સરકારે બનાવ્યા સાઉન્ડ પ્રુફ ક્રાઇંગ રૂમ, જાણો શું છે ખાસિયત
કેરળમાં સરકાર દ્વારા સંચાલિત ફિલ્મ થિયેટર સંકૂલમાં માતા-પિતા અને તેમના બાળકો સાથે થિયેટરની અંદર અસહજ ન અનુભવે તે માટે ક્રાઇંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સાઉન્ડ-પ્રૂફ રૂમ માતા-પિતા અથવા સંભાળ રાખનારાઓ (આયા) માટે ફિલ્મ જોવા માટે થોડી બેઠકો સાથે આવે છે.
કેરળના મંત્રીએ આ અંગે મહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઇંગ રૂમ પહેલ સરકાર દ્વારા સંચાલિત થિયેટરોને મહિલાઓ અને બાળ મૈત્રીપૂર્ણ બનાવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે.
કેરળના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન વીએન વાસવાને સોમવારના રોજ રાજ્યના પાટનગર તિરુવનંતપુરમમાં કૈરાલી શ્રી નીલા થિયેટર સંકૂલમાં સ્થાપિત રૂમના ફોટા શેર કર્યા છે. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ક્રાઇંગ રૂમમાં ડાયપર બદલવાની સુવિધા સાથે આવે છે. આ રૂમની અંદર માતા-પિતા અથવા સંભાળ રાખનારાઓ માટે આરામથી ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું કેરળ સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KSFDC) રાજ્યના અન્ય થિયેટરોમાં આવા વધુ ક્રાઇંગ રૂમ સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે માતા-પિતા તેમના બાળકોને થિયેટરમાં લાવે છે, તેઓ ભાગ્યે જ ફિલ્મનો આનંદ માણી શકે છે.
બાળકો ઘણીવાર થિયેટરની અંદર અંધકાર, અવાજ અને લાઇટથી અંજાઇ શકે છે કે, ડધાઇ શેકે છે, જે કારણે તેને લઇને બહાર નીકળી જવું પડે છે. આ પહેલ સરકાર દ્વારા સંચાલિત થિયેટરોને મહિલાઓ અને બાળ મૈત્રીપૂર્ણ બનાવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે.