For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ પુલ તૂટી પડતાં 1નું મૃત્યુ, 57 ઘાયલ

કેરળના કોલ્લમમાં નદી પર બનાવામાં આવેલો લોખંડનો પુલ અચાનક તુટી પડ્યો હતો. તેના કારણેે એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે કેરળના કોલ્લમમાં નદી પર બનેલ એક લોખંડનો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. પુલ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આ સિવાય 57થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્થ હોવાના સમાચાર છે. રાહત અને બચાવ કાર્યની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટના કોલ્લમના છવારામાં બની હતી. કહેવાઇ રહ્યું છે કે, આ પુલ ઘણો જૂનો હતો અને તે જર્જરિત થઇ ગયો હતો.

Kerela

સોમવારે જ્યારે પુલ તૂટી પડવાની ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો આ પુલ પર હાજર હતા. પૂલ તૂટતાં જ લોકોએ બૂમાબૂમ કરતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે સ્થાનિક લોકોને મદદથી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પુલની હાલત કથળી ગઇ હોવાને કારણે જ આની પર કોઇ પણ પ્રકારના વાહનોની અવર-જવર બંધ હતી. જો કે, પગપાળા ચાલીને જવા માટે લોકો મોટી સંખ્યામાં આ પુલનો ઉપયોગ કરતા હતા.

English summary
Kerala One dead, several injured in bridge collapse in Chavara Kollam. Read More detail Here..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X