For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી વિનાશ, 26 ના મોત

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં ભારે વરસાદના કારણે પેરિયાર નદીનું જળસ્તર વધી જતા પૂર આવ્યુ છે. નદીનું જળસ્તર વધવાને કારણે ઈડુક્કી ડેમના ગેટને ખોલવાનો નિર્ણય કરવવામાં આવ્યો હતો. સતત વરસી રહેલા વરસાદ અને પૂરના કારણે કેરણના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે. પૂરના કારણે કોઝિકોડ-વાલાયર રેલ ટ્રેકને ભારે નુકશાન થયુ છે. ગુરુવારે કોઝિકોડ વિસ્તારમાં એક મકાન ધસી પડ્યુ હતુ. વરસાદના કારણે કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડે રેડ એલર્ટ આપી છે. અલપુઝામાં શનિવારે યોજાનાર વાર્ષિક નહેરુ બોટ રેસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે જ્યારે એનડીઆરએફની ટીમો પણમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

વરસાદ અને પૂરનો કહેર કેરળમાં ચાલુ

વરસાદ અને પૂરનો કહેર કેરળમાં ચાલુ

એર્નાકુલમાં પેરિયાદ નદીના કિનારે વસેલા 2300 થી વધુ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા. કેરળમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. કન્નુરમાં ભૂસ્ખલનના કારણે બે મકાન ધસી પડ્યા હતા. વરસાદના કારણે ઘણા મકાનોને નુકશાન પહોંચ્યુ છે. લોકોને પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. હજુ પણ વરસાદ અને પૂરનો કહેર કેરળમાં ચાલુ જ છે.

રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ

સેના, નૌસેના, તટરક્ષક બળ અને એનડીઆરએફની ટીમો ઘણા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. કાલે ઈદામાલયાર બંધના ચાર ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે કોચ્ચિ એરપોર્ટ પર પાણી ભરાઈ જવાને કારણે પરિવહન રોકી દેવામાં આવ્યુ હતુ. તેમજ ઘણી જગ્યાએ રેલવેટ્રેક તૂટી જતા રેલવે સેવા પણ ખોરવાઈ હતી. ગુરુવારે પરાવુર વિસ્તારમાં 100 થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. એર્નાકુલમમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. લોકોને હોડીઓમાં સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.

હજારો લોકો પ્રભાવિત

પલક્કડ-પોડનૂર સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રેલવે સેવા ખોરવાઈ હતી. ઈડુક્કી બંધ ખોલી દેવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લોકો પ્રભાવિત થયા છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે અમે કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને રાજ્યમાં પૂરથી પ્રવર્તી રહેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. અમે પ્રભાવિત લોકો માટે દરેક પ્રકારની સંભવિત મદદ માટે રજૂઆત કરી હતી.

English summary
kerala rains flood periyar river idukki dam landslide red alert live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X